જગતજનનીનું ધામ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નિર્મિત
“વિશ્વ ઉમિયા ધામ”

જ્યાં એકત્ર થાય તમામ!

એકતાથી

એમ્પાવરમેન્ટ સુધી

આધ્યાત્મથી

આધુનિકતા સુધી

શ્રદ્ધાથી

સફળતા અને સિદ્ધિઓ સુધી

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
"સામાજિક સશક્તિકરણ સંકુલ"

વિશ્વના પાટીદારોની એક વૈશ્વિક મજબૂત સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે એક સામાજિક, સેવાભાવી અને માનવતાવાદી સંસ્થા છે જેની સ્થાપના પણ મા ઉમિયાના આદેશ થકી જ શક્ય બની હોય તે નિર્વિવાદ છે. મા ઉમિયા પ્રત્યેની પાટીદારોની આસ્થાને મૂર્તિમંત રૂપ આપતાં વિશ્વકક્ષાના, ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ થકી સમગ્ર સમાજને શ્રદ્ધાના એક તાંતણે જોડી શકાય અને સાથે જ આ ભવ્ય પરિસરમાં જ સમાજના ઉત્થાન માટેની વિવિધ શૈક્ષણિક, વ્યાવસાયિક, આરોગ્ય અને રોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકાય તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર નજીક, જાસપુર ગામ પાસે આશરે 3 લાખ ચોરસ વાર જેટલા વિશાળ વિસ્તારમાં એક વૈશ્વિક સામાજિક એમ્પાવરમેન્ટ હબનું નિર્માણ કરવાનો દૃઢ નિર્ધાર કરવામાં આવ્યો છે જેમાં અનેકવિધ યોજનાઓ દ્વારા સામાજિક સેવા કાર્યો કરવામાં આવશે.

વધુ વાંચો


કાર્યક્રમો

તા. 03/12/2019 ના રોજ NRI ટ્રસ્ટીઓ સાથે બેઠક મળેલ
તારીખ ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના NRI ટ્રસ્ટી સાથેની એક મિટિંગ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પટેલના નિવાસસ્થાને પ્રમુખશ્રી આર પી પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં  અમેરિકા અને કેનેડાના અલગ-અલગ દસ સ્ટેટમાંથી આવેલ ટ્રસ્ટીમિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું. NRI ટ્રસ્ટી મિત્રોએ અમેરિકા અને કેનેડામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હેઠળ કરવામાં આવતી સંગઠનની કામગીરી અને પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી. શ્રી દીપકભાઈ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકેલ સુરક્ષા કવચ યોજનાની તથા સીટી મેમ્બર બનાવવાની અને શ્રી અરવિંદભાઈ પટેલે વિદેશમાં વસતા આપણા બંધુઓને પડતી મુશ્કેલીઓ બાબતે સરકાર સાથે કરેલ રજૂઆત અને થયેલ કામગીરી ની માહિતી આપી. આ ઉપરાંત આગામી ૭ જાન્યુઆરી, 2020 ના રોજ યોજાનાર NRI સ્નેહમિલન અભિવાદનની વિગતે ચર્ચા કરવામાં આવી.
તા.૨૪/૧૧/૨૦૧૯ ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી.
તા.૨૪/૧૧/૨૦૧૯, રવિવાર સવારે ૧૧ કલાકે સંસ્થાના કાર્યાલય ઉમિયા કેમ્પસ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી. જેમાં હાલ સંસ્થાના હ્રદયસમા તેમજ અતિમહત્વની જવાબદારી માટે શ્રી આર. પી. પટેલની સંસ્થાના પ્રમુખ તરીકેની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ શ્રી દિપકભાઈ એમ. પટેલ અને શ્રી ડી. એન. ગોલની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ નવા વરાયેલા હોદેદ્દારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
તારીખ 27.09.2019ના રોજ બરોડા ખાતે મીટિંગનું આયોજન
ઉમિયા ફાઉન્ડેશન વડોદરા ચેપ્ટરની કારોબારી ની મીટીંગ આજરોજ તારીખ 27 સપ્ટેમ્બર 2019 ને શુક્રવારે વડોદરા ખાતે 11:00 કલાકે મળી ,જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક શ્રી આર.પી.પટેલ, દિપકભાઈ પટેલ , અને ડી. એન ગોલ નુ વડોદરા ચેપ્ટર તરફથી સ્વાગત કરવામાં આવ્યું .ત્યારબાદ વડોદરા ચેપ્ટરની કારોબારી  ટીમ ની નિમણૂક કરવામાં આવી. જેમાં ચેરમેન તરીકે પિનાકીનભાઈ પટેલ, કો-ચેરમેન તરીકે મણીભાઈ વાછાણી અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ ઉપરાંત આજની મિટિંગમાં વડોદરા ચેપ્ટર  VUF – 108 ની ટીમ બનાવવા તેમજ વડોદરા ચેપ્ટર સમાધાન પંચ શરૂ કરવા તેમજ વડોદરા ચેપ્ટરના 1000 સીટી મેમ્બર ની નોંધણી ના ઠરાવો પસાર કરવામાં આવ્યા. આજની મીટીંગમાં સારી સંખ્યામાં મિત્રો ઉપસ્થિત રહ્યા  
તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન
તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન ઉમિયાધામ સુરત ખાતે સંસ્થાના સંયોજક શ્રી આર.પી.પટેલની અધ્યક્ષતામાં તેમજ શ્રી દિપકભાઈ પટેલ, ડી.એન ગોલ સર્વેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને સુરત ચેપ્ટરના મિત્રોએ તેમનુ સ્વાગત કર્યું. ઉપરોક્ત મિટિંગમાં સુરત ચેપ્ટરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં મેન્ટર તરીકે શ્રી દામોદરભાઈ પટેલ , ચેરમેન તરીકે શ્રી હરેશભાઈ પરવાડીયા અને મંત્રી તરીકે શ્રી સુરેશભાઈ પટેલ (ચિરાગ જેમ્સ )ની સર્વાનુમતે વરણી કરવામાં આવી .આ મિટિંગમાં કારોબારી કમિટીએ સુરત ચેપ્ટર 108 ની ટીમ,  સમાધાન પંચ કમિટીની રચના અને બે હજાર જેટલા સીટી મેમ્બર બનાવવા ની જાહેરાત કરવામાં આવી.


આપની નોંધણી કરો

દૈનિક અપડેટ્સ મેળવો