મંગળગ્રહ પર સંશોધન સાથે સાથે અવકાશ યાત્રી બનવાની દિશા માં આગળ વધતી પ્રિયા પટેલ.
મૂળ કડીમાં જન્મેલી અને સર્વવિદ્યાલયમાં અભ્યાસ કરી આગળ વધેલ દીકરી કુમારી પ્રિયા કૌશિકભાઈ પટેલ અત્યારે નાસા (અમેરિકન સ્પેસ રિસર્ચ એજેંસી) માં મંગળગ્રહના પ્રોજેક્ટ પાર મહત્વની ભૂમિકા નિભાવે છે. પ્રિયા વ્યવસાયે સ્પેસ એન્જીનીર છે અને એરોબેટિક પાયલોટની તાલીમ લઇ અવકાશયાત્રી બનવા જઈ રહી છે. નાસા માં જોડાયા પહેલા તેણી 2019 થી 2021 સુધી ESA (યુરોપીયન સ્પેસ એજેંસી) નેધરલેન્ડ્સમાં સિસ્ટમ એન્જીનીર તરીકે સેવા આપેલ.
અત્યારે તેણી મંગળગ્રહ પર Ph.D. કરી રહી છે. અત્યારે તેણી નાસા ના Perseverance Rover તથા યુરોપિયન સ્પેસ એજેંસીથી ભવિષ્યના ExoMars પ્રોજેક્ટની ટીમનો મહત્વનો હિસ્સો છે.
આ ઉપરાંત આટલી નાની ઉંમરમાં પોતાની દાદીના નામે NGO (શારદા ફોઉન્ડેશન) ચલાવી રહી છે. જે ભારત ના પ્રતિભાશાળી અને આર્થિકરીતે ગરીબ વિદ્યાર્થીઓને સહાય કરી આગળ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે.
જે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન માં રસ હોઈ તેમને ઓનલાઈન માર્ગદર્શન આપી રહી છે.
તેણી ને લંડન ખાતે યંગ સાયન્ટિસ્ટ નો એવોર્ડ પણ મળેલ છે.
વિશ્વ ઉમિયાધામ સંસ્થા પ્રિયા પટેલ ને ખુબ ખુબ શુભેચ્છા અને આશીર્વાદ આપે છે કે તેઓ ભવિષ્ય માં સફળતાનાં શિખરો શર કરે અને કુટુંબ અને સમાજ ની પ્રતિષ્ઠામાં વધારો કરો.
દૈનિક અપડેટ્સ મેળવો
Get all updated from Vishv Umiya Foundation.
We'll send you latest updates through the day. You can manage them any time from your browser settings.