દાનની અપીલ
Home દાનની અપીલ

સમાજના ઉત્થાન કે પરિવર્તનનું કોઈપણ ઉમદા કાર્ય સમગ્ર સમાજના સહયોગ વગર શક્ય નથી. સમગ્ર વિશ્વના કડવા પાટીદાર પરિવારોને વિશ્વ ઉમિયા ધામ દ્વારા શ્રદ્ધાના તાંતણે જોડતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આપણા સમાજના દરેક વર્ગને આર્થિક, સામાજીક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને સમગ્ર કડવા પાટીદાર સમાજના સાથ અને સહકારની આવશ્યકતા છે. મા ઉમિયાના મંદિરના નિર્માણ માટેના પ્રાથમિક ચરણમાં, ગુજરાતમાં અને વિશ્વમાં વસતા ત્રણસોથી વધારે અમીરવંતા ભામાશા પાટીદારોએ સ્વેચ્છાએ ટ્રસ્ટી પદ સ્વીકારીને સમાજ પ્રત્યેની જવાબદારી અને વફાદારી અદા કરવાની ભાવના વ્યકત કરેલ છે અને કુલ રૂ।. 1000 કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં પોતાનો સિંહફાળો આપેલ છે.

વિશ્વનો પ્રત્યેક કડવા પાટીદાર આ ભગીરથ કાર્યમાં જોડાઈને એક નિઃસ્વાર્થ કર્મયોગી તરીકે પોતાનું યથાશકિત આર્થિકદાન, સમયદાન, બુદ્ધિદાન કે અન્ય કોઈપણ પ્રકારનું યોગદાન સંસ્થાને આપી શકે છે.

આપણે સૌ મહાસાગર બની પ્રચંડ આર્થિક અને ધાર્મિક તાકાત ઊભી કરી ધર્મની સાથે સમાજના સર્વાંગી વિકાસની નવી ક્ષિતિજો સર કરવા અને આવનારી પેઢી આપણા માટે ગર્વ અનુભવી શકે તેવું કંઈક કરવાના દ્રઢ સંકલ્પને સફળ બનાવવાના મહાયજ્ઞમાં જોડાઈએ અને આપણે પણ મોભા મુજબનું આર્થિક યોગદાન આપીને મા ઉમિયાના કૃપાપાત્ર બનીએ.

દાનની વિગતો :

દાન પ્રકાર દાન રકમ (રૂ।. માં) દાન કરો
આજીવન સભ્ય : રૂ।. 11 લાખ દાન કરો
શુભેચ્છક સભ્ય : રૂ।. 5 લાખ દાન કરો
સિટી (શહેર) સભ્ય : રૂ।. 1 લાખ દાન કરો
ભૂમિદાન : રૂ।. 11,000 પ્રતિ ચોરસ વાર/- દાન કરો
શિલાદાન : રૂ।. 5,000 પ્રતિ શીલા દાન કરો
હુન્ડી દાન : રૂ।. 2,500 પ્રતિ હુન્ડી દાન કરો
ઈંટદાન : રૂ।. 1,000 પ્રતિ ઈંટ દાન કરો

દાન કેવી રીતે કરવું?

ભૂમિદાન અને અન્ય સ્વરૂપો દ્વારા વીયુએફને દાન આપો.

નીચેની બેંક વિગતોનો ઉપયોગ કરીને તમે ઑનલાઇન દાન કરી શકો છો.

બેંક નામ: ધી મહેસાણા અર્બન કો. ઓ. બૅંક લિ.
એકાઉન્ટ નંબર: 00441001001446
એકાઉન્ટનો પ્રકાર: Saving Account
શાખા: સાયન્સ સીટી, અમદાવાદ.
આઇએફએસસી: MSNU0000044

નોંધ: જો તમને ચૂકવણી કરતી વખતે કોઈ સમસ્યા આવે તો તમે અમારી ઑફિસનો સંપર્ક કરી શકો છો અથવા અમને નીચે આપેલા નંબર પર કૉલ કરી શકો છો અથવા કોઈ ઇમેઇલ મોકલી શકો છો
ફોન: + 91-7202080 333/222
ઇમેઇલ: info@vishvumiyafoundation.org

દૈનિક અપડેટ્સ મેળવો