કાર્યક્રમો
Home કાર્યક્રમો
તા:૦૫/૦૩/૨૦૨૩ ના રોજ સુરત ખાતે સંગઠન કમિટી દ્વારા અભિવાદન સમારોહ યોજાયો
વિશ્વ ઉમિયાધામ દ્વારા સમગ્ર ગુજરાતમાં જગતજનની શ્રી ઉમિયા માતાજીના દિવ્ય રથ ના પરિભ્રમણ નું આયોજન કરેલ છે જે અંતર્ગત હાલમાં આ દિવ્યરથ સુરત ખાતે પરિભ્રમણ કરી રહેલ છે ત્યારે … આજરોજ તારીખ 5 માર્ચ રવિવારે સુરત ખાતે દિવ્ય રથ પરિભ્રમણ ની સાથે સાથે દાતાશ્રીઓનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ. જેમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા તેમજ અતિથિ વિશેષ શ્રી પૂર્ણેશભાઈ મોદી – પૂર્વ મંત્રીશ્રી સાથે અન્ય મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રણેતા – દીર્ઘદ્રષ્ટા પ્રમુખ શ્રી આર. પી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના ઉપ-પ્રમુખ ડી. એન. ગોલ. ,સુરત ચેપ્ટર ના મેન્ટર શ્રી દામોદરભાઈ ભાવાણી, શ્રી કે. સી. પટેલ, શ્રી હરેશભાઈ પરવાડિયા – ચેરમેન, શ્રી સુરેશભાઈ પટેલ -મહામંત્રી તેમજ સુરત જિલ્લા કમિટી કો ચેરમેનશ્રી ઓ સંગઠનમંત્રી ,સહમંત્રી તથા દાતા ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી આર પી પટેલે તમામ સુરતના દાતા ટ્રસ્ટીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓનો અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ ભાઈઓ બહેનોનો ખૂબ જ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજના આ અભિવાદન સમારોહ પ્રસંગે 25 લાખના 10 સિલ્વર દાતાશ્રીઓ તેમજ એક કરોડના એક ટ્રસ્ટી અને 15 જેટલા ધર્મસ્થંભના દાતાશ્રીઓ સંસ્થા સાથે જોડાઈને મા ઉમિયા ના કૃપાપાત્ર બન્યા. આમ દિવ્ય રથના પરિભ્રમણ માં સુરતવાસીઓ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક મા ઉમિયાના દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કર્યું અને એક નવા જ ઉમંગ સાથે વિશ્વ ઉમિયાધામ સાથે જોડાયા.
વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે 28મી ફેબ્રુઆરી, 2023ના રોજ મા ઉમિયાના ત્રીજા પાટોત્સવની ઉજવણી
વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો તૃતીય પાટોત્સવ અમદાવાદના જાસપુર મંદિર સહિત વિશ્વભરમાં ઉજવાયો પાટોત્સવ પ્રસંગે અમદાવાદ, ભુજ અને ગાંધીધામમાં રક્તદાન કેમ્પ યોજાયો 200 થી વધુ ભાવિ ભક્તોએ રક્તદાન કરી પાટોત્સવની ઉજવણી કરી વિશ્વના સૌથી ઊંચા જગતજનની મા ઉમિયાના ધામમાં સ્મૃતિ મંદિરનો આજે તૃતીય પાટોત્સવ રંગેચંગે ઉજવાયો. 28 ફેબ્રુઆરીને 2020ના દિવસે જ્યારે વિશ્વઉમિયાધામનો શિલાન્યાસ થયો ત્યારે અમદાવાદના જાસુપરની આ પૂણ્ય ભુમિ પર સાક્ષાત જગતજનની મા ઉમિયા સ્મૃતિ મંદિરમાં બિરાજ્યા અને ત્યારથી લઈ આજ દિન સુધીમાં આજે વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ત્રીજો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે. અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વઉમિયાધામ સહિત કચ્છના ભૂજ અને ગાંધીધામ સહિતના શહેરોમાં પાટોત્સવની ઉજવણી કરાઈ હતી.પાટોત્સવ નિમિતે સવારે 9 કલાકે ધ્વજારોહણ કરાયું હતું. તૃતીય પાટોત્સવ નિમિતે જગતજનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો હતો. સવારે 10.15 કલાકે અન્નકુટની મહાપુજા અને આરતી કરાઈ હતી. અન્નકુટના યજમાનશ્રી તરીકે શ્રી સંજયભાઈ પટેલ વિસલપુરવાળા અને તેમના પરિવારે લાભ લીધો હતો. તો સવારે 8 વાગ્યાથી નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું. નવચંડી યજ્ઞના યજમાનશ્રી તરીકે શ્રી રજનેશભાઈ જી. પટેલ અને શ્રીમતી રંજનબેન આર. પટેલ પરિવારે લાભ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે જ સાંજે 6 કલાકે મા ઉમિયાની મહાઆરતી કરાઈ હતી. અને મહાઆરતી બાદ સૌ ભક્તજનોએ મા ઉમિયાના પ્રસાદીનો લાભ લીધો હતો.
દિવસ:૭ પૂર્ણાહુતિ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નિરમા પ્લોટ, સાયન્સ સિટી, સોલા ખાતે કથાકાર શ્રી જીજ્ઞેશ દાદાની દિવ્ય વાણી સાથે
વિશ્વઉમિયાધામની શ્રીમદ્દ ભાગવત કથાનું 60,000 ભક્તોએ રસપાન કર્યું, 500 સ્વયંસેવકો સ્ટેન્ડ ટુ રહ્યા. હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના 1160 મહાનુભાવો ધર્મસ્તંભના દાતા તરીકે જોડાયા. PM નરેન્દ્રભાઈ મોદીના ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પ વિશ્વઉમિયાધામ સહભાગી બન્યું. વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આજે સમાપન થયું. અમદાવાદના સાયન્સ સિટી સ્થિત નિરમા પ્લોટમાં આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં ગિરિરાજ ઉત્સવથી લઈ શ્રી કૃષ્ણ-રૂકમણિ વિવાહ સુધીના તમામ ઉત્સવોની રંગેચંગે ઉજવણી થઈ અને પૂજ્ય કથાકાર શ્રી જિજ્ઞેશદાદાના સ્વમુખેથી કથાનું રસપાન થયું. શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞમાં 7 દિવસમાં 60 હજાર વધુ ભાવિ-ભક્તોએ કથાનું રસપાન કર્યું તો 30 હજારથી વધુ ભાવિ-ભક્તો મા ઉમિયાનો રોજે રોજ ભોજન પ્રસાદ લીધો. આજે સવારે આનંદોત્સવની ઉજવણી સાથે 500થી વધુ સ્વંયસેવકોનું સન્માન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞની સાથો સાથ વિશ્વઉમિયાધામના હું પણ પાયાનો પિલ્લર અભિયાનમાં વિશ્વભરના સર્વ સમાજના અત્યાર સુધીમાં 1160 મહાનુભાવો જોડાયા છે. ન માત્ર પાટીદાર પરંતુ સનાતન ધર્મના 10થી વધુ સમાજ અને 50થી વધુ અમેરિકા અને કેનેડાના નાગરિકો પણ વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર બન્યા છે.
દિવસ:૬ શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નિરમા પ્લોટ, સાયન્સ સિટી, સોલા ખાતે કથાકાર શ્રી જીજ્ઞેશ દાદાની દિવ્ય વાણી સાથે
વિશ્વઉમિયાધામમાં 101 NRI સાથે 50 મૂળ અમેરિકન અને કેનેડિયન મહાનુભાવો પણ પાયાના પિલ્લર બન્યા — વિશ્વઉમિયાધામે વસુધૈવ કુટુમ્બકમને ચરીતાર્થ કર્યું, 50 વિદેશી પરિવારો જોડાયા —હું પણ પાયાનો પિલ્લર અભિયાનને અમેરિકા અને કેનેડામાં બહોળો પ્રતિસાદ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર…’ અભિયાનમાં વિશ્વઉમિયાધામના ધર્મસ્તંભનો લાભ પાટીદાર સહિત સમસ્ત વિશ્વના 1440 મહાનુભાવોને મળવાનો છે. આજ દીન સુધીમાં પાટીદાર સમાજ સહિત અન્ય 10 સમાજના મહાનુભાવો 11 લાખનું અનુદાન કરી ધર્મસ્તંભના ભાગ્યશાળી યજમાન બન્યા છે. ત્યારે હવે ભારતીય મૂળના NRI મિત્રો સાથે સાથે અમેરિકન અને કેનેડિયન લોકો પણ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા દિવસે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. આજે કથામાં કૃષ્ણ રૂકમણિ વિવાહ ઉત્સવની ઉજવણી કરાઈ…
તા: ૨૧ ફેબ્રુઆરી,૨૦૨૩ થી તા:૨૭ ફેબ્રુઆરી,૨૦૨૩ – શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ એવમ યોગ અને ધ્યાન શિબિર
વિશ્વઉમિયાધામ નિર્માણના સહયોગ અર્થે આજથી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, 5000 devotees gathered in Potiyatra — 11 લાખનો સહયોગ કરી 500 યજમાનો વિશ્વઉમિયાધામના પાયાના પિલ્લર તરીકે જોડાયા — કથાકાર શ્રી જિગ્નેશ દાદાના દિવ્યવાણીથી 21મીથી 27મી ફેબ્રુઆરી સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ — અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં દરરોજ 10 હજાર લોકો કથાનું રસપાન કરશે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે અમદાવાદના સાયન્સ સિટીના આગંણે ભવ્ય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 21મી ફેબ્રુઆરીને મંગળવારથી શરૂ થનાર આ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો આજે રંગેચંગે પ્રારંભ થયો. વિશ્વપ્રસિદ્ધ કથાકાર શ્રી જીગ્નેશદાદાના સ્વમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું સાત દિવસ રસપાન થવાનું છે ત્યારે આજે ભવ્ય પોથી યાત્રા અને મા ઉમિયાની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરના 5000થી વધુ ભાવિભક્તો પોથી યાત્રામાં ઉમટ્યા હતા. સંસ્થાના દાતા શ્રી વિષ્ણુભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા નીકળી કથા સ્થળ નિરમા પ્લોટ, સાયન્સસિટી રોડ પહોંચી હતી. વિશ્વઉમિયાધામની મહિલા સંગઠનની બહેનો દ્વારા પોથી યાત્રા સાથે સાથે જ્વેરાયાત્રા પણ કાઢી હતી. જેમાં રંગેચંગે મહિલાઓ જોડાઈ. કથાના પ્રથમ દિવસે જ 101 યજમાનો પાયાના પિલ્લર તરીકે જોડાયા: શ્રી આર.પી.પટેલ આ અંગે વાત કરતા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલ જણાવે છે કે વિશ્વઉમિયાધામના નિર્માણમાં હું પણ પાયોનો પિલ્લર અભિયાન અંતર્ગત આ શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. કથાના પ્રથમ દિવસે જ 101 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે. અત્યાર સુધીમાં 501 મહાનુભવો પાયાના પિલ્લર તરીકે જોડાયા છે. જેમાં દરરોજ 10 હજારથી વધુ ભાવિ ભક્તો કથાનું રસપાન કરશે.
ઈન્ટરનેશનલ અમેરિકન આર્ટિસ્ટ સ્પર્શ શાહનો વિશ્વઉમિયાધામમાં મોટીવેશનલ કાર્યક્રમ 27-8-2022
* જીવનને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી પણ શ્રેષ્ઠ રીતે જીવતા શીખોઃ સ્પર્શ શાહ   અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિધામ દ્વારા યુવા શક્તિને વૈશ્વિક ફલક પર પ્રોજેક્ટ કરવાના ઉદ્દેશ્યથી ઈન્ટરનેશન આર્ટિસ્ટ સ્પર્શ શાહના મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી. પટેલના માર્ગદર્શન અને   ડો. જીતેન્દ્ર અઠીયા, માઇન્ટ ટ્રેનર એન્ડ લાઇફ કોચ, ડો, ભગીરથભાઈ પટેલ, ડો બ્રિજેશભાઈ પટેલના સહયોગથી કરાયું હતું. અમેરિકાના મેડિશન સ્ક્વેર ગાર્ડનમાં યોજાયેલા HOWDY MODI કાર્યક્રમમાં વંદે માતરમનું પ્રથમ પર્ફોમન્સ આપી સુપ્રસિદ્ધ થયેલા 19 વર્ષીય મુળ સુરતનો અને અમેરિકામાં વસવાટ કરતા યુવાન સ્પર્શ શાહે જીવનની અનેક વિટંબણા વચ્ચે પણ જીવનને કેવી રીતે નિખારી શકાય તે અંગે વાત કરી હતી. જન્મ સમયે ૩૫ ‘ફ્રેકચર’ અને ૧૮ વર્ષમાં જેના શરીરમાં 140 ‘ફ્રેકચર’ થઈ ચૂક્યા છે એવા ‘ઈન્ટરનેટ સેન્સેશનְ’ સ્પર્શ શાહના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 500થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ મોટીવેશન કાર્યક્રમનું આયોજન વિશ્વઉમિયાધામ અને સ્માર્ટ વિલેજ મુવમેન્ટના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.   * વિશ્વઉમિયાધામ સમસ્ત સમાજનું આસ્થાનું અને એકતાનું ધામ શ્રી આર.પી.પટેલ   કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલે જણાવ્યું હતું કે વિશ્વ ઉમિયાધામ સમસ્ત સમાજનું આસ્થા અને એકતાનું ધામ છે, જ્યાં કોઇપણ વ્યક્તિ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે. આવી વિશિષ્ટ શક્તિઓને પ્લેટફોર્મ પુરુ પાડીને યુવા વર્ગને પ્રોત્સાહીત કરવાના અભિગમ સાથે સંસ્થા કાર્યરત છે. વિશ્વઉમિયાધામના માધ્યમથી સમાજની પોઝિટિવ શક્તિઓને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની છે. આ સમગ્ર સામાજિક શક્તિ ભારતને પણ વિશ્વના નકશામાં એક અલગ સ્થાન આપશે.   જીવનને કોઈ પણ કઠિન પરિસ્થિતિમાંથી પણ શ્રેષ્ઠ રીતે જીવતા શીખોઃ સ્પર્શ શાહ   મોટીવેશન કાર્યક્રમમાં યુવાનોને સંબોધિત કરતાં સ્પર્શ શાહે જણાવ્યું કે યુવાનોએ ત્રણ સુત્રોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સૌ પ્રથમ PAY TO FORWARD અર્થાત્ તમારી પાસે જે પણ સેવા છે તે અન્યોને આપો. અન્યોની મદદ કરો. બીજુ LOOSE YOURSELF સામાજિક જીવનમાં તમારી જાતને ખોઈ બેસો. તમે કંઈક છો એવું ભુલી અન્યો માટે કામ કરો. અને ત્રીજું LOVE અન્યોને ખુબ જ પ્રેમ કરો. તેઓને લાગે આપણે માત્ર તેમના માટે જ છીએ. વધુમાં કહ્યું કે “ભલે મારાં હાડકાં બટકણા હોય, મારા કંઠ અને મારા સાહસને કોઈ જ તોડી શકે તેમ નથી..”
વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી 15-8-2022
વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 76મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ – અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા 76માં સ્વાતંત્ર્યતા પર્વ નિમિતે ભવ્યાતિભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ અવસર પર ધ્વજવંદન કર્તા તરીકે શ્રી અમમભાઈ શાહ, ડિરેક્ટર શ્રી, ગુજરાત સમાચાર, મહેમાનશ્રી તરીકે શ્રી રમેશભાઈ મેરજા, ડેપ્યુટી કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તથા ડો. જીતેન્દ્ર અઢિયા, માઈન્ડ ટ્રેનર એન્ડ લાઈફ કોચ તેમજ સંસ્થાના પ્રમુખશ્રી આર.પી. પટેલ, હોદ્દેદારશ્રીઓ, દાતાટ્રસ્ટીશ્રીઓ તથા અન્ય કાર્યકર્તા મિત્રોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ. આ પર્વ પર સંસ્થાના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવી એ દરેક સમાજ, સંસ્થા તથા દેશના નાગરિકોની ફરજ છે. વધુમાં સંસ્થાએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે 75 હજાર તિરંગાઓનું વિતરણ કરી અને 75 હજાર વૃક્ષોના જતન સાથે ગરવી ગુજરાતને હરિયાળું બનાવવાની અગ્રિમ પહેલતા સંસ્થાએ શરૂ કરેલ છે. શ્રી અમમભાઈ શાહે તેમના પ્રવચનમાં દેશને આઝાદી કેવી રીતે મળેલ અને તિરંગાનું મહત્વ શું છે તે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપેલ અને દેશનો તિરંગો એ ભારતની આન-બાન અને શાન તથા દેશનું ગૌરવ છે, માટે ક્યારેય તિરંગાનું અપમાન ન થાય તે માટે સર્વેને અપીલ કરેલ. વિશ્વ ઉમિયાધામ એ જગતજનની મા ઉમિયાનું આસ્થાનું કેન્દ્ર બની રહેશે તેવી ભાવના સાથે ધ્વજવંદન કરી સંસ્થાનો આભાર પ્રગટ કર્યો.
મા. મુખ્યમંત્રીશ્રી ના હસ્તે ઉમા ઉપવનનું ઉદ્ઘાટન Dt. 31-07-2022
વિશ્વઉમિયાધામએ માત્ર મંદિર જ નહીં, રાષ્ટ્રગૌરવ અને પર્યાવરણ ઉત્થાનનું કેન્દ્ર છે. 1551 ફૂટ લાંબા તિરંગા સાથે 1 હજાર બાળકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. વૈશ્વિક સ્તરે કાર્બન ક્રેડિટ લેનારી દેશની પ્રથમ સામાજિક બનશે વિશ્વઉમિયાધામ. સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓની પણ અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી હોય. વિશ્વના કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ દ્વારા આજે 75 હજાર વૃક્ષારોપણ અને 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ લેવાયો છે. જેના ભાગ રૂપે જન-જનની ભાગીદારી અભિયાન અંતર્ગત 1.5 લાખ લોકોને એક વૃક્ષનું દાન (500રૂ.) આપી વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાન સાથે જોડવાનો સંકલ્પ કરાયો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ વૃક્ષનું રોપણ કરી વિશ્વઉમિયાધામ ઉપવનની શરૂઆત કરાઈ છે. આ સંદર્ભે 7 મી ઓગસ્ટના દિવસે અમદાવાદ અને અન્ય 20 જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ 50 સ્થળે સવારે 10થી 12 વાગ્યામાં 75 હજાર પરિવારોમાં 75 તિરંગાઓનું વિરતણ દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. વધુમાં વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.
તારીખ 19/06/2022 ના રોજ વિશ્વ યોગ ગુરુ શ્રી બાબા રામદેવ જી વિશ્વ ઉમિયાધામ – જાસપુર ખાતે મુલાકાત લીધી હતી.
આજ રોજ વિશ્વ ઉમિયાધામ ખાતે પરમ પૂજ્ય યોગગુરુ બાબા રામદેવજીનુ પાવન આગમન થયું. પૂજ્ય બાબા રામદેવજીએ જગતજનની શ્રી ઉમિયા માતાજી ના નવનિર્મિત મંદિરની શીલાનું પૂજન કર્યું ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ ની હાજરીમાં પૂજ્ય બાબા રામદેવજીનું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભદિને સ્વામી રામદેવજીએ તેમની દિવ્ય વાણીથી ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને મા ઉમિયા પ્રત્યેની શ્રધ્ધા સમાજ પ્રત્યેની- દેશ પ્રત્યેની ભાવના તથા યોગ વિશે માહિતગાર કરી સર્વેને ભાવ વિભોર કર્યા.
તા. ૦૬/૦૨/૨૦૨૨ ના રોજ સુરત ખાતે વિશ્વઉમિયાધામના દક્ષિણ ગુજરાત કાર્યાલયનો શુભારંભ
સુરત ખાતે વિશ્વઉમિયાધામના દક્ષિણ ગુજરાત કાર્યાલયનો શુભારંભ અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઉંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર દ્વારા  ચાલતી અનેક વિધિ સામાજિક પ્રવૃતિઓનો દક્ષિણ ગુજરાતમાં પણ લાભ મળે તે હેતુથી તા. 06/02/2022ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સુરત કાર્યાલયનો શુભારંભ કરાયો છે. સુરત જિલ્લા કાર્યાલયનો શુભારંભ માન.પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સંસ્થાના પ્લેટિનમ દાતાશ્રી નરોત્તમભાઈ ટી. પટેલ દ્વારા,  ICU ઓન વ્હીલ્સ મેડિકલ વાનનું લોકાર્પણ માન. પ્રદેશ પ્રમુખશ્રી ભાજપ શ્રી સી. આર. પાટીલ દ્વારા તથા મેડીકલ સ્ટોરનું લોકાર્પણ સંસ્થાના પ્રમુખશ્રી આર. પી.પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
તા. ૨૯/૦૩/૨૦૨૧ ને ધુળેટીના શુભ દિને વિશ્વ ઉમિયાધામ અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ
विश्व उमिया फाउंडेशन नवनिर्मित मध्यस्थ कार्यालय — मंगल प्रवेश. @ विश्व उमियाधाम -जासपुर જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયાધામ અમદાવાદના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ આજરોજ તા. 29/03/21ને ધુળેટીના શુભ દિને 11:00 કલાકે રાજ્યના માનનીય  નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ્ હસ્તે સંપન્ન થયો. આ પ્રસંગે માનનીય કથાકાર શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી,સંસ્થાના પ્રમુખ શ્રી આર. પી. પટેલ , ઉપપ્રમુખશ્રી પ્રહલાદભાઈ એ.પટેલ, દિપકભાઈ એમ પટેલ, ડી.એન ગોલ , વાડીભાઈ પી. પટેલ, ખજાનચી શ્રી કાન્તીભાઈ એન.પટેલ(રામ), ધારાસભ્યશ્રી અરવિંદભાઈ દલાલ, પ્લેટિનમ દાતા શ્રી બાબુભાઈ કે.પટેલ તેમજ પ્રવીણભાઈ એ પટેલ, પ્લાનિંગ કમિટી ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલ,  લગ્ન કમિટી ચેરમેન શ્રી સાંકળચંદ પટેલ , ઉમા છત્ર કમિટી ચેરમેન શ્રી જયંતીભાઈ લાકડાવાળા વિગેરે હોદેદારશ્રીઓ તેમજ દાતાશ્રીઓ,  સમયદાતાશ્રીઓ એવમ્ સંગઠન કમિટીના મિત્રો ની ઉપસ્થિતિ રહી હતી.          આ શુભ અવસરે અને આજના પવિત્ર દિવસે જગત જનની મા ઉમિયાના આશીર્વાદથી શ્રી પરેશભાઈ પટેલે રૂ. 1 કરોડના પ્લેટિનમ દાતાશ્રી તરીકે જોડાવાની જાહેરાત કરતા માન. નીતિનભાઈ સાહેબે તેમનું સાલ અને ફોટાથી અભિવાદન કર્યું. આ પ્રસંગે સમાજના 15 સભ્યો ઉમા છત્ર સભ્ય તરીકે જોડાયા અને  માન. કથાકાર શ્રી રાજેન્દ્રભાઈ શાસ્ત્રીએ રૂપિયા 11,000 ના  ભૂમિ દાનનો cheque આપીને સમાજને એક નવી દિશા આપી છે. અંતે મા ઉમિયાનો જયઘોષ કરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના એક  હજાર કરોડના પ્રોજેક્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવાની  કટિબદ્ધતા સાથે કામ કરવાની ઉપસ્થિત તમામ મિત્રોએ જાહેરાત કરી.               સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ગોલ્ડન દાતા શ્રી રસિકભાઈ પટેલ તેમજ પ્રકાશન  તેમજ ઉમા છત્ર કમિટી કો-  ચેરમેન શ્રી અનિલભાઇ પટેલે કર્યું હતું.
તા. ૨૧/૦૩/૨૦૨૧ ને રવિવારના રોજ વિશ્વઉમિયાધામ, જાસપુર- અમદાવાદ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જય ઉમિયા!!! મારૂં રક્તદાન બીજાને જીવનદાનના સુત્રને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ વાર વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે આજે તારીખ 21/03/21ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીશ્રીઓ, કમિટીના સભ્યોશ્રી અને સ્વંયસેવકોએ રક્તદાન કર્યું હતું. મહારક્તદાન કેમ્પમાં નેશનલ ઈન્ટીગ્રેટેડ મેડિકલ એશોસિયેશન ગુજરાતે સહયોગી સંસ્થા તરીકે સાથ આપ્યો હતો. આ મહારક્તદાન કેમ્પમાં 8 જ કલાકમાં ઐતિહાસીક રીતે 153 થી વધુ બોટલું રક્ત એકત્રિત થયું હતું. જે રક્ત બીજા માટે જીવનદાન બનશે. ઉલ્લેખનીય છે કે 23 માર્ચ 2021ના રોજ આવી રહેલાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના શહાદત દિવસની યાદમાં આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. જે વીર જવાનોએ ભારતની આઝાદી માટે પોતાનું લોહી રેડ્યું તેના સન્માનમાં રક્તદાન કરી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ધન્યતાં અનુભવી હતી.   વધુમાં દેશ જ્યારે આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભગતસિંહ-રાજગુરૂ અને સુખદેવની આ શહાદત યાદ કરવી જ રહી. આ સમગ્ર મહારક્તદાન કેમ્પનો કાર્યક્રમ વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિર પરિષરમાં યોજાયો હતો.
આધ્યાત્મિક ઉર્જા – સામાજિક શક્તિ
તારીખ : ૦૬-૦૨-૨૦૨૧, શનિવાર વક્તા : પૂ. શિવાનીદીદી, બ્રહ્માકુમારી વિષય : આધ્યાત્મિક ઉર્જા – સામાજિક શક્તિ પૂ. શિવાનીદીદી – બ્રહ્માકુમારી એ આધ્યાત્મિક ઉર્જાને સમાજની શક્તિ કેવી રીતે બનાવી શકાય તે વિષે વ્યાખ્યાન શૃંખલામાં વાત કરી અને સર્વેને આધ્યાત્મિક જીવનયાત્રાને આગળ વધારવા માર્ગદર્શન આપ્યું. “સંવાદ સેતુ” વ્યાખ્યાન શૃંખલામાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, કેનેડા, બેહરીન, લંડન, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ તેમજ આફ્રિકાથી સમાજના ઘણા મિત્રો જોડાયા. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી અંદાજે ૧૦ લાખ કરતાં વધારે મિત્રોએ આ સંવાદ સેતુ વ્યાખ્યાન શૃંખલામાં જોડાઇને તેનો લાભ લીધો. આવા વિવિધ કાર્યક્રમોની જાહેરાત સંસ્થાના સોશિયલ મિડિયા ચેનલ્સ પર સતત થતી રહેશે. આપ સર્વે મિત્રો આનો મહત્તમ લાભ લો તેવી આશા, જય ઉમિયા…
તા. ૧૫/૧૧/૨૦૨૦ ને રવિવારના રોજ વિશ્વઉમિયાધામ, જાસપુર- અમદાવાદ ખાતે 200+ વાનગીઓ સાથે અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું.
જગત જનની મા ઉમિયાના આસ્થાના કેન્દ્ર વિશ્વઉમિયાધામ મંદિર જાસપુર- અમદાવાદ ખાતે રવિવાર 15/11/20ના રોજ ભવ્ય અન્નકુટના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં 200+ થી વધુ વાનગીઓ સાથે જગત જનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો હતો. સવારે 7.30 કલાકથી 5.30 કલાક સુધી અન્નકુટના દર્શનનો લાભ મા ઉમિયાના ભક્તોએ લીધો હતો. બપોરે 11.30 કલાકે જગત જનની મા ઉમિયાની રાજભોગ આરતી કરાઈ હતી.   અન્નકુટ દર્શનની વિશેષતાઓ * જગત જનની મા ઉમિયાને 200+ થી વધુ વાનગીઓનો રાજભોગ ધરાવાયો * માતાજીને ધરાવાયેલાં રાજભોગમાં 500 કિલો મીઠાઈ અને ફરસાણનો સમાવેશ * માતાજીને વિશિષ્ટ રૂપે 24 કેરેટ સોનાના વરખ વાળી સુરતી ઘારીનો ભોગ ધરાવાયો * સોનાના વરખ વાળી ઘારીની 1 કિલોની કિંમત 11 હજાર રૂપિયા છે.
વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ- “ઉમાછત્ર” સહાય યોજના શુભારંભ કાર્યક્રમ
જય ઉમિયા !!! વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે તારીખ 31.10. 2020 ના રોજ શરદ પૂનમ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતી દિવસે સ્મૃતિ મંદિર ખાતે જગતજનની મા ઉમિયાની  આરતી તથા દીપ પ્રાગટ્ય કરી….. આ પવિત્ર અવસર પર સરદાર પટેલ સાહેબના ઉચ્ચ આદર્શોને કેન્દ્રમાં રાખી સમાજની એકતા અને આર્થિક સુરક્ષા આપવાના આપણા પ્રયત્નોને દિશા આપવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ- “ઉમાછત્ર” સહાય યોજનાનો શુભારંભ સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી.પટેલ, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ, સરદારધામના પ્રમુખશ્રી ગગજીભાઈ સુતરીયા તેમજ સંસ્થાના દાતાશ્રીઓ શ્રી કાંતિભાઈ રામ, શ્રી વાડીભાઈ પટેલ વિગેરે દાતાશ્રીઓ અને  “ઉમાછત્ર” સહાય યોજનાના  ચેરમેનશ્રી જયંતિભાઇ લાકડાવાલા તેમજ કો-ચેરમેન શ્રી અનિલભાઈ વી પટેલ, અને ઉમાછત્રના બ્રોશરની ડિઝાઇનને રૂપ આપનાર  શ્રી કમલેશભાઈ સોની, online વેબસાઇટ બનાવનાર શ્રી હિમાંશુભાઈ પટેલ તથા આજના શુભ અવસર પર ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ -બહેનોની હાજરીમાં “ઉમાછત્ર” સહાય યોજનાનો નો શુભારંભ કરવામાં આવેલ. “ઉમાછત્ર” સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમાજના કોઈપણ પરિવારમાં જ્યારે કોઈપણ સભ્યનું આકસ્મિક અવસાન થાય છે ત્યારે આર્થિક મુશ્કેલી પેદા થાય, તેવા સંજોગોમાં તે પરિવારને રૂપિયા 10 લાખની આર્થિક સહાય સ્વરૂપે મદદરૂપ થવાનો સંકલ્પ છે. વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકશો. Mo. 75750 03318 & Mo. 75750 03316
આસો સુદ નોમ (નવમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા !!!! નવરાત્રિના નોમના દિવસે મા સિદ્ધિદાત્રીના મહાપુજનના ૨ મુખ્ય યજમાન તેમજ આજની મહાઆરતીનો લાભ સંસ્થાના પ્લેટિનમ દાતાશ્રી ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ  ગ્રુપ  તથા  સંસ્થા સાથે જોડાયેલા  શ્રી વિનુભાઈ ગમારા બંને પરિવારે સંયુક્ત રૂપિયા 6,66,000/- મા ના ચરણોમાં ધરીને વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર તેમજ શ્રીયંત્રનું પૂજન કરીને ધન્યતા અનુભવી. નવરાત્રિના નવમા નોરતાના દિવસે  સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ટેમ્પલ કમિટીના હોદ્દેદારો  તેમજ અન્ય દાતાશ્રીઓએ તેમજ સંગઠનના મિત્રો તથા બહેનો ઉપસ્થિત રહીને મહા આરતીનો લાભ મેળવી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા . નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના નવરૂપોનું મહાપૂજન કરનાર યજમાનશ્રીઓ તેમજ મહાઆરતીમાં ભાગ લીધેલ તમામ ભક્તજનો ઉપર મા ઉમિયાની કૃપા અપરંપાર રહે, તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય અને તેમના કાર્યમાં ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થાય તેવી મા ઉમિયા ને પ્રાર્થના કરીએ છીએ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રનું યજમાનશ્રીઓને પૂજન અર્ચન કરાવીને નવરાત્રી પ્રસંગને સફળ બનાવવામાં તેમનું જે યોગદાન રહેલ છે તે તમામ બ્રહ્મદેવોને ખુબ ખુબ અભિનંદન. અને નવરાત્રી મહોત્સવના નવદિવસ રાત- દિવસ જે દાતાશ્રીઓએ તથા કાર્યકર્તાઓએ તથા સેવાભાવી યુવાનોએ જે  લગન અને મહેનતથી કામ કરીને સ્મૃતિ મંદિર વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે પ્રથમવાર આયોજિત નવરાત્રી પ્રસંગને સફળ બનાવવા બદલ તમામ કાર્યકર્તાઓ દાતાશ્રીઓ તથા સેવાભાવીઓને સંસ્થા  વતી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સહ….
આસો સુદ આઠમ (આઠમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ
નમસ્કાર. જય ઉમિયા !!! જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિર – અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિની આઠમનો દુર્ગાયજ્ઞ તથા મહાપુજાનો લાભ  મુખ્ય યજમાન તથા સંસ્થાના ગોલ્ડ પ્લેટિનમ દાતાશ્રી ઉદયભાઇ છબીલદાસ પટેલના પરિવારે લઈને ધન્યતા અનુભવી. આજની આઠમની મહાઆરતી ભામાશા દાતાશ્રી ત્રિકમભાઈ જમનાદાસ પટેલ પરિવારે  રૂ.5,11,000/- ની ઉછામણી બોલીને મા દુર્ગાની મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી. તથા સિલ્વરદાતાશ્રી  મહાસુખભાઈ પટેલે રૂપિયા 1,11,000/- મા ઉમિયાના ચરણોમાં ધરીને દુર્ગા પૂજાનો લાભ મેળવી આશીર્વાદ લીધા. …. તેમજ આજની મહાઆરતીમાં ભારતીય જનતા પાર્ટી –  ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી         સી. આર. પાટીલ , Simpolo ગ્રુપ – મોરબીના ચેરમેનશ્રી અને  ગોલ્ડ પ્લેટિનમ દાતાશ્રી જીતુભાઈ અઘારા, સાંસદશ્રી હસમુખભાઈ એસ. પટેલ તેમજ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ જી. દલાલ વિગેરે મહેમાનશ્રીઓએ ખાસ ઉપસ્થિત રહીને જગતજનની મા ઉમિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. નવરાત્રિની આઠમના દિવસે સંસ્થાના પ્રમુખશ્રી ,ઉપપ્રમુખશ્રી,  ટેમ્પલ કમિટીના હોદ્દેદારો  તેમજ અન્ય દાતાશ્રીઓએ  ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ મેળવી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા . નવરાત્રીની આઠમના પ્રસંગે દુર્ગા યજ્ઞ તેમજ મહાપુજા મહાઆરતીમાં ભાગ લીધેલ તમામ ભક્તજનો ઉપર મા ઉમિયાની કૃપા અપરંપાર રહે, તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય અને તેમના કાર્યમાં ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થાય તેવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ.    
આસો સુદ સાતમ (સાતમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા!!! વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે નવરાત્રી આસો સુદ સાતમના પાવન દિવસે  મા કાલરાત્રિ માતાનું મહાપૂજન સંસ્થાના ઉપપ્રમુખશ્રી  ડી.એન. ગોલ તથા તેમના સર્વે પરિવારજનો, પ્લેટિનમ  દાતાશ્રી દશરથભાઇ આશાભાઈ પટેલ પૂર્વ સરપંચશ્રી સોલા,  VUF  સંગઠનના મંત્રીશ્રી વિક્રમભાઈ  પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ તેમજ પૂર્વ રિજિયન કમિટીના ચેરમેનશ્રી કાનજીભાઈ એસ.પટેલ તથા પૂર્વ રીજીયન કમિટીના હોદ્દેદારોશ્રીઓ  તેમજ અન્ય વિસ્તારોમાંથી આવેલ યજમાનશ્રી વિગેરેઓએ આજની મહાપુજા વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રની પૂજન-અર્ચનનો લાભ પ્રાપ્ત  કર્યો , અને………. આજના નોરતાની મહાઆરતીનો લાભશ્રી દશરથભાઈ આશાભાઈ પટેલ પૂર્વ સરપંચશ્રી સોલા દ્વારા રૂપિયા 51000 ની ઉછામણી બોલીને મા જગદંબાની  આરતીનો લાભ લીધેલ….. ડાયમંડદાતાશ્રી નિમેષભાઈ બી. પટેલ તથા તેમના ધર્મપત્ની મનિષાબેન ભાવિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી સ્મૃતિ મંદિરમાં બિરાજમાન જગત જનની મા ઉમિયાને તેમજ દિવ્ય દિવ્યરથમાં બિરાજમાન મા ઉમિયાને 2 સાડી, 2 હાર પાયલ, બ્યુટી, વિગેરે આભૂષણો માતાજીને ભેટ સ્વરૂપ અર્પણ કરેલ છે. માં ઉમિયા આ તમામ  પરિવારના સભ્યોની  દરેક મનોકામના પૂર્ણ કરે એવી  પ્રાર્થના…… ….અને આજની આરતીમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી,  ઉપપ્રમુખશ્રી , તથા શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ  (બીજેપી) ધારાસભ્યશ્રી,  ટેમ્પલ કમિટીના હોદ્દેદારોશ્રીઓ તેમજ  શ્રી કાંતિભાઈ રામ, શ્રી  શૈલેષભાઈ એમ. પટેલ, શ્રી ડી .આર.  પટેલ વિગેરે દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ._
છઠ્ઠું નોરતું – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા!!!   વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે નવરાત્રી આસો સુદ *  છઠના પાવન દિવસે  કાત્યાયની માતાનું મહાપૂજન સંસ્થા સાથે  જોડાયેલા  શ્રી રમેશભાઈ  મેરજા (IAS) કલેકટરશ્રી ખેડા , શ્રી અજીતસિંહ  જાડેજા સિનિયર એડવોકેટ  હાઇકોર્ટ ઓફ ગુજરાત  જેઓ પણ આપણી સંસ્થા સાથે જોડાયેલા છે, શ્રી સુરેશભાઈ પટેલ કોર્પોરેટર ઓગણજ તથા તેમના પરિવારના સભ્ય શ્રીએ તેમજ VUF સાબરકાંઠા સંગઠનના ચેરમેનશ્રી ઉર્વીશભાઈ પટેલ, મંત્રીશ્રી સંજયભાઈ પટેલ તેમજ ૧૭ યજમાનશ્રીઓ  તથા તેમની સાથે આવેલ 40થી વધારે સભ્યશ્રીઓએ, તેમજ મહિલા સંગઠનના હોદ્દેદાર બહેનોમાં ગીરાબેન , હીનાબેન   પૂર્વીબેન , ઉષાબેન વિગેરે બહેનોએ_…. *વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રની પૂજન-અર્ચનનો લાભ પ્રાપ્ત  કર્યો ,* અને…… આજના નોરતાની *મહાઆરતીનો લાભશ્રી રમેશભાઈ મેરજા તથા શ્રી અજીતસિંહ જાડેજા સાહેબે મા જગદંબાની  આરતીનો લાભ લીધેલ….. માં ઉમિયા આ તમામ  પરિવારના સભ્યોની  દરેક મનોકામના પૂર્ણ કરે એવી મા ઉમિયાને પ્રાર્થના અને આજની આરતીમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી,  ઉપપ્રમુખશ્રી , ટેમ્પલ કમિટીના હોદ્દેદારો તેમજ શ્રી ઉદયભાઈ સી પટેલ, શ્રી વાડીભાઈ પટેલ શ્રી કાંતિભાઈ રામ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી રૂપેશભાઈ પટેલ  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા .
આસો સુદ પાંચમ (પાંચમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા…. વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે નવરાત્રી આસો સુદ *પાંચમના પાવન દિવસે દેવી સ્કંદમાતાનુ મહાપુજાન  સંસ્થાના સિલ્વરદાતા શ્રી  તથા પચ્છિમ ઝોનના (પ્રભારી ) મિતેષભાઈ ભરતભાઈ પટેલ  સાયન્સીટી સોલા પાલ્મ ગ્લોરી ગ્રુપ ના 21 પરિવારના 60 થી વધારે સભ્યશ્રીઓએ તેમજ. … શ્રી આનંદભાઈ ચતુરભાઈ પટેલ પાલ્મ ગ્લોરી ગ્રુપ ( VUF Youth કનેક્ટ કન્વીનર) તથા VUF પચ્છિમ રીઝીયન કમિટીના ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ તેમજ પુરી  રિઝિયન કમિટીના સભ્યશ્રીઓ, શ્રી જયંતીભાઈ લાકડાવાળા ગોતા વોર્ડના બ્રિજેશભાઈની ટીમ, ખોરજ ગામ તેમજ જાસપુર ગામના યજમાનશ્રીઓએ વિદ્વાન બ્રહ્મદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રની પૂજન-અર્ચનનો લાભ પ્રાપ્ત કર્યો અને.. *આજના પાંચમા નોરતાની મહાઆરતીનો લાભશ્રી મિતેશભાઇ પટેલે રૂપિયા 55555 ની ઉછામણી બોલીને માં ઉમિયા તેમજ મા જગદંબાની આરતીનો લાભ લીધેલ. મા ઉમિયા આ તમામ પરિવારના સભ્યોની હર મનોકામના પૂર્ણ કરે એવી મા ઉમિયા તથા મા જગદંબા ને પ્રાર્થના…..
આસો સુદ ચોથ (ચોથું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા  !!!          વિશ્વ ઉમિયાધામ જસપુર અમદાવાદ ખાતે નવરાત્રી (આસો સુદ ચોથ) ના ચોથા દિવસના યજમાનશ્રી ઉપપ્રમુખ શ્રી દિપકભાઇ એમ.પટેલ (ઓઝોન ગ્રુપ) તેમણે જગત જનની મા ઉમિયા મંદિરમાં ચાંદીનો ગરબો અર્પણ કર્યો તથા શ્રી રાજેન્દ્રભાઇ કે.પટેલ (શ્રીનાથ ગ્રુપ),તથા તેમના પરિવારના સભ્યશ્રીઓ, શ્રી દિનેશભાઇ એલ. પટેલ (શીલજ), શ્રી મગનભાઇ એચ. જાવીયા, ડો. ભગીરથભાઇ પટેલ તથા અરવલ્લીથી આવેલ સંગઠનના ચેરમેનશ્રી મયૂરભાઈ તથા વડીલો વિગેરેઓએના પરિવારોએ *વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રની પૂજન-અર્ચનનો લાભ પ્રાપ્ત  કર્યો અને… આજના ચોથા નોરતાની મહાઆરતીનો લાભ શ્રી દિપકભાઈ એમ પટેલે, રૂપિયા  ૫૧,૦૦૦ ની ઉછામણી બોલીને માતાજીની આરતીનો લાભ લીધેલ, મા ઉમિયા આ તમામ  પરિવારના સભ્યોની  દરેક મનોકામના પૂર્ણ કરે એવી મા ઉમિયાને પ્રાર્થના.
આસો સુદ ત્રીજ (ત્રીજું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા !!! વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે નવરાત્રી આસો સુદ ત્રીજના પાવન દિવસે દુર્ગાનું ત્રીજું સ્વરૂપ  માં ચંદ્રઘંટાનું મહાપૂજન કરનાર યજમાનશ્રીઓ શ્રી અમિતભાઈ પટેલ, શ્રી સુહાગભાઈ કે પટેલ રાયસણ ગાધીનગર, શ્રી જયેશકુમાર ગજાનંદ મસાલાવાળા તથા તેમના પરિવારના સભ્યશ્રીઓ તેમજ સંસ્થાના દાતાશ્રીઓ  વિગેરેઓએ પૂજામાં બેસવાનો લાભ લઇ મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા… આજના માં દુર્ગાનું ત્રીજું સ્વરૃપ ~માં ચંદ્રઘંટાની~ મહાઆરતીનો લાભ શ્રી જયેશકુમાર એન. પટેલ ગજાનંદ મસાલા (ચાંદણકી વાળા) જેમને રૂપિયા ૧૧ હજારની ઉછામણી બોલીને માતાજીની આરતીનો લાભ લીધેલ મા ઉમિયા તેમની દરેક મનોકામના પૂર્ણ કરે.
બીજું નોરતું – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
જય ઉમિયા!! વિશ્વ ઉમિયાધામ નવરાત્રી મહોત્સવ આસો સુદ બીજના દિવસે પ્રથમવાર જગત જનની મા ઉમિયાના ધ્વજા  રોહણના લાભાર્થી શ્રી નિમેષભાઈ પટેલ ભાવી ટૂર એન્ડ ટ્રાવેલ્સ તથા શ્રી અનિલભાઈ વિક્રમભાઈ પટેલ બંને યજમાન દ્વારા માતાજીના  મુખ્ય ઘુમ્મટનું  ધ્વજારોહણ બપોરે ૧૨. 39  કલાકે શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા ટેમ્પલ કમિટીના હોદ્દેદારો,  સંગઠનના મિત્રો સૌ સાથે મળી સૌની ઉપસ્થિતિમાં મા ઉમિયાનું ધ્વજારોહણ કરવામાં આવ્યું. વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે નવરાત્રી આસો સુદ બીજના પાવન દિવસે બીજા નોરતામાં બેસનાર યજમાનશ્રીઓ શ્રી અનિલભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ એસ.પટેલ, રસિકભાઇ એ પટેલ, શ્રી શૈલેષભાઈ આંબલીવાળા, શ્રી હિમાંશુભાઈ પટેલ-સાયન્સ સીટી તથા તેમના 15 પરિવારના સભ્યશ્રીઓ એ પૂજામાં બેસવાનો લાભ લઇ મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ.....આજના બીજા નોરતાની મહાઆરતીનો લાભ શ્રી શૈલેષભાઈ નગીનભાઈ ઠક્કર (પાલનપુરવાળા) જેમને રૂપિયા ૨૧ હજારની ઉછામણી બોલીને માતાજીની આરતીનો લાભ લીધેલ. મા ઉમિયા આ તમામ યજમાનશ્રીઓની હરએક મનોકામના પૂર્ણ કરે તેવી મા ઉમિયા તેમજ મા જગદંબાને ને પ્રાર્થના.
પ્રથમ નોરતું – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
શાંતિ આનંદ અને ઉર્જાનું આધ્યાત્મિક પર્વ એટલે નવરાત્રી ના પ્રથમ નોરતે, વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગતજનની મા ઉમિયા અને મા જગદંબાનું મહાપૂજન તેમજ શ્રીયંત્રની પૂજન કરી આરતી કરવામાં આવેલ. જેમાં સંસ્થાના હોદેદારશ્રીઓ, ટેમ્પલ કમિટીના હોદેદારશ્રીઓ, કાર્યકર્તાઓ અને ખાસ આજના પ્રથમ નોરતાના પૂજન યજ્ઞમાં બેસનારા યજમાનશ્રીઓ શ્રી કેતનભાઈ પટેલ-સાયન્સ સીટી  ગ્રુપના  પાંચ સભ્યશ્રીઓ, શ્રી રમણભાઈ, શ્રી મહેન્દ્રભાઈ, શ્રી અરવિંદભાઇ પટેલ-એમ.એલ.એ, શ્રી કાંતિભાઈ રામ તેમજ  અન્ય દાતાશ્રીઓ  કાર્યકર્તાઓ પૂજન યજ્ઞમાં બેસવાનો અવસર પ્રાપ્ત કરેલ. આજની પ્રથમ નોરતાની આરતીના યજમાનશ્રી સુરેશભાઈ એમ. પટેલ – ઓઝોન ગ્રુપ દ્વારા ઉતારવામાં આવેલ અને વધુમાં મા ઉમિયાના સ્મૃતિ મંદિરમાં અખંડ જ્યોત માટે એક વર્ષના ઘી ના દાતાશ્રી રસિકભાઈ એ. પટેલ (દાઢી),  શ્રી નીમેષભાઈ બી. પટેલ-ભાવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ શ્રી અરવિંદભાઇ જી પટેલ-એમ.એલ.એ.  , શ્રી કેતનભાઈ આર. પટેલ-સાયન્સ સીટી આ તમામ સભ્યો એક વર્ષના ઘી ના દાતા બન્યા છે. મા ઉમિયા એમની હર મનોકામના પૂર્ણ કરે
યુવા શક્તિ – આસ્થાથી અભય
તારીખ : 5 – 9 – 2020, શનિવાર વક્તા : શ્રી જય વસાવડા વિષય : યુવા શક્તિ – આસ્થાથી અભય ગુજરાતના પ્રખ્યાત લેખક અને વક્તા એવા શ્રી જય વસાવડાએ પોતાની આગવી શૈલીમાં આજના યુવાનોને આસ્થાના માર્ગે કેવી રીતે અભયના દ્વારે પહોંચી શકાય છે તેનો અહેસાસ કરાવ્યો. “સંવાદ સેતુ” વ્યાખ્યાન શૃંખલામાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, કેનેડા, બેહરીન, લંડન, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ તેમજ આફ્રિકાથી સમાજના ઘણા મિત્રો જોડાયા. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી અંદાજે 3,30,000 કરતાં વધારે મિત્રોએ આ સંવાદ સેતુ વ્યાખ્યાન શૃંખલામાં જોડાઇને તેનો લાભ લીધો. આવા વિવિધ કાર્યક્રમોની જાહેરાત સંસ્થાના સોશિયલ મિડિયા ચેનલ્સ પર સતત થતી રહેશે. આપ સર્વે મિત્રો આનો મહત્તમ લાભ લો તેવી આશા, જય ઉમિયા…
“સફળતા એટલે વિરુદ્ધ પરિબળો વચ્ચે કરેલ લક્ષ્યભેદ”
“સંવાદ સેતુ” વ્યાખ્યાન શૃંખલાની શરૂઆત તારીખ 25 – 07 – 2020 ના શનિવારના રોજ શ્રી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય સંતશ્રી – પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી ની અમૃતવાણીથી કરી. સંવાદનો વિષય હતો – “સફળતા એટલે વિરુદ્ધ પરિબળો વચ્ચે કરેલ લક્ષ્યભેદ” સ્વામીજીએ સંવાદના વિષયને ન્યાય આપતા તેઓની આગવી છટામાં તેમના જ્ઞાનના સાગરમાંથી આપણી સમક્ષ આપણી જ આજુબાજુમાં જોવા, સાંભળવા અને અનુભવવા મળતા ઉત્તમ ઉદાહરણો રૂપી જીવંત મોતીઓ મૂકી સુંદર રીતે વિષયને ન્યાય આપ્યો. “સંવાદ સેતુ” વ્યાખ્યાન શૃંખલામાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત અમેરિકા, કેનેડા, બેહરીન, લંડન, ઓસ્ટ્રલિયા, ન્યૂઝીલેન્ડ તેમજ આફ્રિકાથી સમાજના ઘણા મિત્રો જોડાયા. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના માધ્યમથી અંદાજે 4,00,000 કરતાં વધારે મિત્રોએ આ સંવાદ સેતુ વ્યાખ્યાન શૃંખલામાં જોડાઇને તેનો લાભ લીધો. આવા વિવિધ કાર્યક્રમોની જાહેરાત સંસ્થાના સોશિયલ મિડિયા ચેનલ્સ પર સતત થતી રહેશે આપ સર્વે મિત્રો આનો મહત્તમ લાભ લો તેવી આશા, જય ઉમિયા…
વીયુએફ – 108
મિત્રો, કોરોનાવાયરસ ને લઈને પેદા થયેલી પરિસ્થિતિમાં સામાજિક સમરસતા ના મંત્ર સાથે આપણી VUF — 108 ની ટીમ સમાજના જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટે અનાજ તથા કરિયાણા ની કીટ તૈયાર કરીને તેનું વિતરણ કરે છે તેના માટે આપ સૌ અભિનંદનને પાત્ર છો. આ સાથે આપણે બધાએ યાદ રાખવાનું છે કે આ સેવાકાર્ય કરતા કરતા સરકાર શ્રી કોરોના વાયરસ ને લઈને જારી કરેલી સુચનાઓનો અમલ કરવો આપણી પ્રાથમિકતા છે. આ માટે ૧) કીટ બનાવતી વખતે અને તેના વિતરણ સમયે ફરજિયાત પણે માસ્ક પહેરીએ . ૨) ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવીએ. ૩) કિટના વિતરણ સમયની ફોટોગ્રાફી ભૂલથી પણ ન કરીએ અને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ ન કરીએ. ૪) સંસ્થા થકી અપાતી કીટ ના વિતરણ સમયે કીટ લેનાર પરિવારનું ગૌરવ અને સન્માન જળવાય તેનું ખાસ ધ્યાન રાખીએ્. ૫) ઓછી સંખ્યામાં કાર્યકરમિત્રો ભેગા થઈએ અને ટોળાશાહી ભૂલથી પણ ન કરીએ. ઉપરની સુચનાઓનો જાતે અમલ કરીએ અને અન્યને પણ કરાવીઍ એ આપણી પ્રાથમિક સમજ અને ફરજ છે એને હંમેશા યાદ રાખીએ. આપ સૌના સેવા કાર્ય માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની સમગ્ર ટીમ આપ સૌને અભિવાદિત કરે છે અને ગૌરવ અનુભવે છે. VUF – 108 ની ટીમ નું નેતૃત્વ કરતા ચેરમેન શ્રી હિમાંશુભાઈ પટેલ કો – ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ તેમજ સભ્યશ્રીઓ આનંદ પટેલ , મિતેશ પટેલ અશ્વિન પટેલ, હિતેશ પટેલ, ચિરાગ પટેલ તેમજ વિવિધ વિસ્તારના કન્વીનર શ્રી ઓ અને તમામ કાર્યકર્તા શ્રી ઓ ને ખૂબ ખૂબ અભિનંદન . ટીમને પ્રોત્સાહિત કરતા અને કીટ માટે જરૂરી નાણાકીય બાબતો નું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા બજાવતા આપણા ભામાશા દાતા ટ્રસ્ટી શ્રી ત્રિકમભાઈ જે પટેલને પણ ખૂબ ખૂબ અભિનંદન… ભવદીય આર.પી.પટેલ પ્રમુખ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તેમજ સમગ્ર ટીમ.
શિલાન્યાસ
વિશ્વ ઉમિયાધામ સંકુલમાં જગત જનની મા ઉમિયાના દિવ્ય-રમ્ય-ભવ્ય અને દેદીય્પમાન મંદિર નિર્માણના ૨૮ & ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ શ્રી ગણેશ થયા. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી ૧૦૧ બ્રહ્મદેવ અને ૨૦૦ ઋષિ કુમાંરોના મંત્રોચ્ચાર સાથે શ્રી યંત્રપૂજન – કળશપૂજન અને શિલાપૂજન સાથે શિલાન્યાસ વિધિ કરવામાં આવી. સમારોહ દરમિયાન કેટલીક બાબતોની સમગ્ર વિશ્વએ નોંધ લીધી જેનું આપણને સૌને ગૌરવ છે : (૧) વિશ્વ ઉમિયાધામ સંકુલમાં મા ઉમિયાના ચલ મંદિરની સાથે બટુક ભૈરવ અને ગણપતિદાદાની ચલ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. (૨) શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની ૧૧,૧૧૧ બહેનોએ જવારા શોભાયાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. (૩) શિલાન્યાસ સમારોહના મંચ ઉપર પાંચસો કરોડનો લક્ષ્યાંક જાહેર કરવામાં આવે અને તે જ મંચ ઉપર ટાર્ગેટ પૂર્ણ થાય તેવી વિશ્વની આ પ્રથમ ઘટના. (૪) સામાજિક સંસ્થાના મંચ ઉપર એકીસાથે સંતો-મહંતો, શંકરાચાર્યો, મહામંડલેશ્વરો, કથાકારો, રાજ્સ્વી મહેમાનો, સરકારશ્રીના પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, સમાજશ્રેષ્ઠીઓ, અર્થદાતાઓ, સમયદાતાઓ ઉપસ્થિત હોય અને એક લાખથી પણ વધારે જનમેદની હોય તેવી વિશ્વની પ્રથમ ઘટના.
જવારાની તૈયારી
જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાઈ રહ્યો છે. આ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહમાં ભારત ભરના સંતો-મહંતો અને 2 લાખથી વધુ મા ઉમિયાના ભક્તો પધારશે. આ સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં એક વિશ્વ વિક્રમ ( વર્લ્ડ રેકોર્ડ) સર્જાશે. 28 ફેબ્રુઆરી 2020ને શુક્રવારના રોજ બપોરે 2 વાગ્યે જગત જનની મા ઉમિયાની આરધાના કરતી 11 હજાર બહેનોની જ્વારા યાત્રા નીકળશે. આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવશે. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે. જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. મારી સાથે માત્રને માત્ર કોર કમિટીની 100 બહેનોએ આ સમગ્ર જ્વારા યાત્રાનું આયોજન અને વ્યવસ્થા કરી. સમગ્ર અમદાવાદ 100 બહેનોની કોર ટીમે શેરી-શેરી અને વિસ્તારોમાં જઈ બહેનોને સંગઠિત કરી 11,000 બહેનોને આમંત્રિત કરી છે. વર્લ્ડ રેકોર્ડ કરનાર જવારા યાત્રાની વિશેષતાઓઃ * વિશ્વઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે *અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી બહેનો ભાગ લેશે * 11 હજાર બહેનો AMTSની 131 બસો દ્વારા વિશ્વઉમિયાધામ પહોંચશે * તમામ 11 હજાર બહેનો મા ઉમિયાની પ્રસાદી રૂપની ગુલાબી રંગની સાડીમાં પહેરશે * જવારા યાત્રા 1.5 કિમી લાંબી હશે * વિશ્વઉમિયાધામ જવારા યાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમ કર્યું * સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ જ કરી
તા. 13.10.2019 ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમેરિકા – કેનેડામાં કાયમી નિવાસ માટે  PR વિઝા માટેનો સેમિનારનું આયોજન કરવામાં આવેલ.
તારીખ 13 .10 .2019 શનિવારના રોજ બપોરે ત્રણ કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત અમેરિકા  કેનેડામાં કાયમી નિવાસ માટે  PR વિઝા માટેનો સેમિનાર નિષ્ણાંત શ્રી પ્રસાંત અજમેરા ના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક શ્રી આર.પી.પટેલ,  શ્રી દિપકભાઈ પટેલ, શ્રી  રૂપેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી ડી. એન.ગોલ, શ્રી શૈલેષભાઈ, શ્રી રસિકભાઈ વગેરે દાતાશ્રીઓએ હાજરી આપી તથા  કાફી માત્રામાં ઉમેદવારોએ ભાગ લઈને વિઝા માટેની માહિતી હાસિલ કરી છે.
તા. 03/12/2019 ના રોજ NRI ટ્રસ્ટીઓ સાથે બેઠક મળેલ
તારીખ ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના NRI ટ્રસ્ટી સાથેની એક મિટિંગ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પટેલના નિવાસસ્થાને પ્રમુખશ્રી આર પી પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં  અમેરિકા અને કેનેડાના અલગ-અલગ દસ સ્ટેટમાંથી આવેલ ટ્રસ્ટીમિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું. NRI ટ્રસ્ટી મિત્રોએ અમેરિકા અને કેનેડામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હેઠળ કરવામાં આવતી સંગઠનની કામગીરી અને પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી. શ્રી દીપકભાઈ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકેલ સુરક્ષા કવચ યોજનાની તથા સીટી મેમ્બર બનાવવાની અને શ્રી અરવિંદભાઈ પટેલે વિદેશમાં વસતા આપણા બંધુઓને પડતી મુશ્કેલીઓ બાબતે સરકાર સાથે કરેલ રજૂઆત અને થયેલ કામગીરી ની માહિતી આપી. આ ઉપરાંત આગામી ૭ જાન્યુઆરી, 2020 ના રોજ યોજાનાર NRI સ્નેહમિલન અભિવાદનની વિગતે ચર્ચા કરવામાં આવી.
તા.૨૪/૧૧/૨૦૧૯ ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યાલય ખાતે સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી.
તા.૨૪/૧૧/૨૦૧૯, રવિવાર સવારે ૧૧ કલાકે સંસ્થાના કાર્યાલય ઉમિયા કેમ્પસ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારોની વરણી કરવા માટે કાયમી ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી. જેમાં હાલ સંસ્થાના હ્રદયસમા તેમજ અતિમહત્વની જવાબદારી માટે શ્રી આર. પી. પટેલની સંસ્થાના પ્રમુખ તરીકેની સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ શ્રી દિપકભાઈ એમ. પટેલ અને શ્રી ડી. એન. ગોલની ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ નવા વરાયેલા હોદેદ્દારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન
તારીખ 27.09.2019ના રોજ સમય સાંજે 5 કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્રારા સૂરત ચેપ્ટરની કારોબારીની મીટીંગનું આયોજન ઉમિયાધામ સુરત ખાતે સંસ્થાના સંયોજક શ્રી આર.પી.પટેલની અધ્યક્ષતામાં તેમજ શ્રી દિપકભાઈ પટેલ, ડી.એન ગોલ સર્વેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને સુરત ચેપ્ટરના મિત્રોએ તેમનુ સ્વાગત કર્યું. ઉપરોક્ત મિટિંગમાં સુરત ચેપ્ટરના હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં મેન્ટર તરીકે શ્રી દામોદરભાઈ પટેલ , ચેરમેન તરીકે શ્રી હરેશભાઈ પરવાડીયા અને મંત્રી તરીકે શ્રી સુરેશભાઈ પટેલ (ચિરાગ જેમ્સ )ની સર્વાનુમતે વરણી કરવામાં આવી .આ મિટિંગમાં કારોબારી કમિટીએ સુરત ચેપ્ટર 108 ની ટીમ,  સમાધાન પંચ કમિટીની રચના અને બે હજાર જેટલા સીટી મેમ્બર બનાવવા ની જાહેરાત કરવામાં આવી.
તારીખ 27.09.2019ના રોજ બરોડા ખાતે મીટિંગનું આયોજન
ઉમિયા ફાઉન્ડેશન વડોદરા ચેપ્ટરની કારોબારી ની મીટીંગ આજરોજ તારીખ 27 સપ્ટેમ્બર 2019 ને શુક્રવારે વડોદરા ખાતે 11:00 કલાકે મળી ,જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક શ્રી આર.પી.પટેલ, દિપકભાઈ પટેલ , અને ડી. એન ગોલ નુ વડોદરા ચેપ્ટર તરફથી સ્વાગત કરવામાં આવ્યું .ત્યારબાદ વડોદરા ચેપ્ટરની કારોબારી  ટીમ ની નિમણૂક કરવામાં આવી. જેમાં ચેરમેન તરીકે પિનાકીનભાઈ પટેલ, કો-ચેરમેન તરીકે મણીભાઈ વાછાણી અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ ઉપરાંત આજની મિટિંગમાં વડોદરા ચેપ્ટર  VUF – 108 ની ટીમ બનાવવા તેમજ વડોદરા ચેપ્ટર સમાધાન પંચ શરૂ કરવા તેમજ વડોદરા ચેપ્ટરના 1000 સીટી મેમ્બર ની નોંધણી ના ઠરાવો પસાર કરવામાં આવ્યા. આજની મીટીંગમાં સારી સંખ્યામાં મિત્રો ઉપસ્થિત રહ્યા  
તારીખ 28.08.2019 ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની ટીમ કેનેડા- યુ.એસ.નો પ્રવાસ ખેડી અમદાવાદ પરત :
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશની ટીમ, VUF ના વિઝન અને મિશનના પ્રચાર-પ્રસાર‌ માટે સતત એક મહિનાના કેનેડા- યુ.એસ.નો પ્રવાસ ખેડી અકલ્પનીય પ્રતિસાદ સાથે મા ઉમિયાના સેવક શ્રી આર પી પટેલ, શ્રી દીપકભાઈ પટેલ, શ્રી રૂપેશભાઈ પટેલ શ્રી ડી એન ગોલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રભાઈ પટેલ તથા ડો. રુપલ પટેલ જે પૈકી સંયોજકશ્રી આર પી પટેલ, ફાયનાન્સ ચેરમેનશ્રી દીપકભાઈ પટેલ, ચેરમેનશ્રી એન.આર.આઈ કમિટી શ્રી રૂપેશભાઈ પટેલ તા. 28-8-2019 ના રોજ વહેલી સવારે ત્રણ કલાકે અમદાવાદ પરત થયેલ છે. જેમનુ અમદાવાદ એરપોર્ટ ખાતે સંગઠન સમિતિએ સ્વાગત કરી તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. આપણે સૌ તેઓનો હદય પૂર્વક આભાર માનીએ છીએ.
અમેરિકા ખાતે ઐતિહાસિક દિવસ – 24 ઓગસ્ટ, 2019.
તારીખ 24.08.2019ના રોજ  અમેરિકા તથા કેનેડા ના કુલ ૧૬ જેટલા સ્ટેટ ચેપ્ટર ના પ્રતિનિધિઓ તેમજ અમેરિકા ખાતે નવ જેટલા સ્ટેટમાં આવેલ જગત જનની માં ઉમિયાના મંદિરોના હોદ્દેદારો ની સંયુક્ત બેઠક ન્યૂ જર્સી,  એડિશન – ઉમિયાધામ ખાતે  મળી, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન –  USA & Canada ની સેન્ટ્રલ કમિટીની રચના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના સંયોજક શ્રી આર. પી. પટેલ, ફંડ કમિટિના ચેરમેન શ્રી દિપકભાઈ પટેલ, સંગઠન – રથ કમિટીના ચેરમેન શ્રી ડી.એન. ગોલ , એન.આર.આઇ કમિટીના ચેરમેન શ્રી રૂપેશભાઈ બાટા એન.આર.આઇ કમિટીના કો- ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલ, ધારાસભ્ય -  તેમજ અમેરિકા ખાતેના સંયોજકો પૈકી શ્રી રસિકભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પટેલ ,શ્રી વી પી .પટેલ, શ્રી જે. પી. પટેલ તથા શ્રી વિજયભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં થઈ., જે કમિટીમાં અમેરિકા ખાતેના કુલ આઠ સંયોજકો , હોદ્દાની રૂએ દરેક ચેપ્ટર ના પ્રમુખશ્રી તેમજ અમેરિકા ખાતે આવેલ ઉમિયા મંદિરોના પ્રમુખશ્રી એમ કુલ મળી ૩૫ સભ્યોની સેન્ટલ કમિટીની રચના કરવામાં આવી.
તારીખ 13 ઓગસ્ટ 2019 ના રોજ સિનસિનાટી ખાતે સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવેલ
તારીખ 13 ઓગસ્ટ 2019 ના રોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન  દ્વારા અમેરિકાના Ohio state, Kentucky State તેમજ Indianapolis એમ ત્રણ સ્ટેટ ની સંયુક્ત મિટિંગનું આયોજન Cincinnati ખાતે કરવામાં આવેલ જેમાં અંદાજે 100 થી વધુ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટીશ્રીઓ આર.પી. પટેલ , ડી.એન ગોલ ,દિપકભાઈ પટેલ, અરવિદભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ ,રસિકભાઈ પટેલ, અજીતભાઈ પટેલ ,માણેકભાઈ પટેલ તેમજ રમણભાઈ પટેલ અને હર્ષદભાઈ પટેલ વિગેરે એ હાજરી આપી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સિનસિનાટી સીટી ચેપ્ટર ના મહિલા વીંગ કમિટીના ચેરપર્સન તરીકે લિસા પટેલની તથા Kentucky State ચેપ્ટરના ચેરમેન તરીકે શ્રી ચેતનભાઈ બી.પટેલની નિમણુક કરવામાં આવી. ઉપરોક્ત મળેલ મીટીંગમાં શ્રી અશોકભાઈ પ્રહલાદભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ મંગળભાઈ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં સિલ્વર દાતાટ્રસ્ટી બની ટીમમાં જોડાયા છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન. આ ઉપરાંત Kentucky State ચેપ્ટર ના ૧૫ સભ્યો અને સિનસિનાટી ચેપ્ટર ના પાંચ સભ્યો સીટી મેમ્બર તરીકે જોડાયા છે તે બદલ તેમને પાંખો ખૂબ અભિનંદન. વધુમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં Delware સ્ટેટથી શ્રી રાજેશભાઈ પટેલ (વડુ) સિલ્વર દાતાટ્રસ્ટી બનવાની ઘોષણા કરી તે બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.
સમાજ શ્રેષ્ઠી સમારોહ – વડોદરા રીજીયન
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વિશ્વ ઉમિયાધામ- અમદાવાદ દ્રારા તા.૦૯-૦૬-૨૦૧૯, રવિવારના રોજ, બપોરે ૪-૦૦ કલાકે સંસ્કારી નગરી વડોદરા ખાતે “સમાજ શ્રેષ્ઠી સમારોહ” નું ભવ્ય આયોજન જગત જનની મા ઉમિયાના વિશ્વકક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણ થકી મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના દૃઢ નિર્ધાર સાથે સમાજ વિકાસ માટેની અનેકવિધ, શૈક્ષણિક, આરોગ્યિક, સામાજિક – વ્યાપારિક સંબંધોના વૈશ્વિક જોડાણ થકી પાટીદારોના પાટનગર સમા અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર નજીક ૧૦૦ વીઘા જમીનમાં આશરે એક હજાર કરોડનાં ખર્ચે “વિશ્વ ઉમિયાધામ” સંકુલનું નિર્માણમાં તથા વડોદરા જીલ્લા તેમજ શહેરી વિસ્તારોને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવાનો. આ કાર્યક્રમમાં અંદાજીત પાંચ હજારથી વધુ મા ઉમિયાના ભક્તોની હાજરીમાં સમાજશ્રેષ્ઠી તથા દાતાશ્રીઓનું સાદર સન્માન તથા વિધવ ઉમિયા ફાઉન્ડેશનના “વિઝન અને મિશન” અંતર્ગત વિવિધ યોજનાઓ વિષે માહિતી ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી. સદર સમારોહમાં સંસ્કારી નગરી વડોદરાના દરેક સમાજ તરફથી રૂ.૧૦૦૦ ઈંટ દાનથી લઈ રૂ. ૧ કરોડ સુધીના દાનનો સહયોગ જાહેર કરવામાં આવેલ....
સમાજશ્રેષ્ઠી સંગમ સમારોહ – વડોદરા રીઝીયન – પૂર્વ આયોજન મિટિંગ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન - સમાજ શ્રેષ્ઠી સંગમ સમારોહ વડોદરા રીઝીયન , પૂર્વ આયોજન મીટીંગ તારીખ 12 મે 2019 ને રવિવારે સાંજે 4: 00 કલાકે આમંત્રણ હોલ ,સમા-સાવલી રોડ, વડોદરા ખાતે મળી જેમાં આશરે 300 થી પણ વધુ કડવા પાટીદાર સમાજના ઉત્તર ગુજરાત ,સૌરાષ્ટ્ર , કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ સ્થાનિક સમાજના તમામ હોદ્દેદારોશ્રીઓએ અને કારોબારી સભ્યોએ હાજરી આપી. ફાઉન્ડેશનના વિઝન અને મિશન ની વિસ્તૃત માહિતી શ્રી આર. પી. પટેલ એ આપી અને આગામી તારીખ 9 જૂને સાંજે 4: 00 કલાકે કડવા પાટીદાર સમાજના વિવિધ સમાજ ના સભ્યોની મોટી મીટીંગ નું આયોજન વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. આજના કાર્યક્રમમાં સંયોજક આર પી પટેલ ,સંગઠન ચેરમેન ડી.એન.ગોલ, ફંડ રેઇઝીંગ કમિટી ચેરમેન શ્રી દિપકભાઈ પટેલ ,વડીલ શ્રી પ્રહલાદભાઈ કામેશ્વર, પ્રકાશન કમિટીના ચેરમેન શ્રી પ્રભુદાસભાઈ પટેલ ,ડાયમંડ ટ્રસ્ટીશ્રી બાબુભાઈ મુખી ,શ્રી આર. એસ. પટેલ, રસિકભાઈ પટેલ - ઓમકાર , અનિલભાઈ પટેલ ,પંકજકુમાર પટેલ ,શૈલેષભાઈ પટેલ, નિમેષભાઈ પટેલ ,ડો. રૂપલબેન પટેલ, વિક્રમભાઈ પટેલ તેમજ યુવા વિંગના શ્રી હરેશભાઈ અને ટીમ , મહિલા ટીમની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા . આભાર ,જય ઉમિયા
મહા ભૂમિ પૂજન
સ્થળ : "વિશ્વ ઉમીયા ધામ", વૈષ્ણો દેવિ મંદિર સામે, ઍસ. જી. હાઇવે, અમદાવાદ તારીખ : 4th માર્ચ 2019 ભૂમિપૂજન કાર્યક્રમ માં પહોંચવા નક્કી કરેલા રૂટ અમદાવાદ પશ્ચિમ તરફથી આવતા વાહનો ઍસપી રીંગ ઉપર બોપલ, શીલજ સર્કલ, ઑગણજ સર્કલ થઈ ટૉલટેક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી પ્રવેશ લેવો અથવા અમદાવાદ શહેરથી ઍસ.જી. રોડ ઉપર થઈ વૈષ્ણોદેવી સર્કલ થઈ ડાબી બાજુ વાળી ૨૦૦ મીટર આગળ જઈ જમણી તરફ વળી પ્રવેશ લેવો. અમદાવાદ પૂર્વ તરફથી આવતા વાહનો ઍસપી રીંગ રોડ-ઓઢવ-નિકોલ નરોડા રીંગ રોડ ઉપરથી આવી વૈષ્ણોદેવી સર્કલથી ૨૦૦ મીટર આગળ રીંગ રોડ ઉપર જઈ જમણી તરફ વળી પ્રવેશ લેવો. મહેસાણા, બનાસકાંઠા તથા કડી-કલોલ તરફથી આવતા વાહનો ઍ કલોલ સીંદબાદ હોટેલથી જમણી બાજુ વળી પિયાજ રોડ થઈ કેનાલ ઉપર થઈ જાસપુર તરફ આવી પ્રવેશ લેવો અથવા કલોલ ગુરુકુલથી જમણી બાજુ વળી પલસાણા-જાસપુર અથવા ધાનજ થઈ પ્રવેશ લેવો. સાબરકાંઠા, અરવલ્લી, વિજાપુર તથા માણસા તરફથી આવતા વાહનો ગાંધીનગર થઇ ઉવારસાદ ચાર રસ્તા, અડાલજ ઓવરબ્રિજ થઇ ખોરજ રેલ્વે બ્રિજ ઉતરીને જમણી બાજુ અદાણી શાંતિગ્રામમાં થઇ પ્રવેશ લેવો. દક્ષિણ ગુજરાત આનંદ ખેડા, વડોદરા તરફથી નેશનલ હાઈવે પરથી આવતા વાહનો અસલાલી સર્કલ થઇ સનાથાલ સર્કલ, બોપલ સર્કલ, ઓગણજ સર્કલ, ટોલટૅક્ષ પાર કરી આગળ ડાબી બાજુ વળી પ્રવેશ લેવો. દક્ષિણ ગુજરાત આનંદ ખેડા, વડોદરા તરફથી એક્સપ્રેસ હાઈવે પરથી આવતા વાહનો એસપી રીંગરોડ ઉપર ઓઢવ સર્કલ, દાસ્તાન સર્કલ, એપોલો સર્કલ, ડીવાઈન સર્કલ, વૈષ્ણોદેવી સર્કલથી, ૨૦૦ મીટર આગળ રીંગરોડ ઉપર જમણી બાજુ વળી પ્રવેશ લેવો. સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી આવતા વાહનો એસપી રીંગરોડ ઉપર સનાથાલ સર્કલ, બોપલ સર્કલ, ભાડ
દૈનિક અપડેટ્સ મેળવો