આસો સુદ આઠમ (આઠમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ
Home આસો સુદ આઠમ (આઠમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ

નમસ્કાર. જય ઉમિયા !!!

જગત જનની મા ઉમિયાના સ્મૃતિ મંદિર – અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિની આઠમનો દુર્ગાયજ્ઞ તથા મહાપુજાનો લાભ  મુખ્ય યજમાન તથા સંસ્થાના ગોલ્ડ પ્લેટિનમ દાતાશ્રી ઉદયભાઇ છબીલદાસ પટેલના પરિવારે લઈને ધન્યતા અનુભવી.

આજની આઠમની મહાઆરતી ભામાશા દાતાશ્રી ત્રિકમભાઈ જમનાદાસ પટેલ પરિવારે  રૂ.5,11,000/- ની ઉછામણી બોલીને મા દુર્ગાની મહાઆરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી. તથા સિલ્વરદાતાશ્રી  મહાસુખભાઈ પટેલે રૂપિયા 1,11,000/- મા ઉમિયાના ચરણોમાં ધરીને દુર્ગા પૂજાનો લાભ મેળવી આશીર્વાદ લીધા.

…. તેમજ આજની મહાઆરતીમાં ભારતીય જનતા પાર્ટી –  ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી         સી. આર. પાટીલ , Simpolo ગ્રુપ – મોરબીના ચેરમેનશ્રી અને  ગોલ્ડ પ્લેટિનમ દાતાશ્રી જીતુભાઈ અઘારા, સાંસદશ્રી હસમુખભાઈ એસ. પટેલ તેમજ ધારાસભ્યશ્રી અરવિંદભાઈ જી. દલાલ વિગેરે મહેમાનશ્રીઓએ ખાસ ઉપસ્થિત રહીને જગતજનની મા ઉમિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.

નવરાત્રિની આઠમના દિવસે સંસ્થાના પ્રમુખશ્રી ,ઉપપ્રમુખશ્રી,  ટેમ્પલ કમિટીના હોદ્દેદારો  તેમજ અન્ય દાતાશ્રીઓએ  ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ મેળવી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા .

નવરાત્રીની આઠમના પ્રસંગે દુર્ગા યજ્ઞ તેમજ મહાપુજા મહાઆરતીમાં ભાગ લીધેલ તમામ ભક્તજનો ઉપર મા ઉમિયાની કૃપા અપરંપાર રહે, તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય અને તેમના કાર્યમાં ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થાય તેવી મા ઉમિયાને પ્રાર્થના કરીએ છીએ.

 

 

દૈનિક અપડેટ્સ મેળવો