
વિશ્વઉમિયાધામએ માત્ર મંદિર જ નહીં, રાષ્ટ્રગૌરવ અને પર્યાવરણ ઉત્થાનનું કેન્દ્ર છે.
1551 ફૂટ લાંબા તિરંગા સાથે 1 હજાર બાળકોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું.
વૈશ્વિક સ્તરે કાર્બન ક્રેડિટ લેનારી દેશની પ્રથમ સામાજિક બનશે વિશ્વઉમિયાધામ.
સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ન માત્ર સરકાર પણ સામાજિક સંસ્થાઓની પણ અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી હોય. વિશ્વના કરોડો પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ દ્વારા આજે 75 હજાર વૃક્ષારોપણ અને 75 હજાર તિરંગાઓના વિતરણનો સંકલ્પ લેવાયો છે. જેના ભાગ રૂપે જન-જનની ભાગીદારી અભિયાન અંતર્ગત 1.5 લાખ લોકોને એક વૃક્ષનું દાન (500રૂ.) આપી વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાન સાથે જોડવાનો સંકલ્પ કરાયો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ વૃક્ષનું રોપણ કરી વિશ્વઉમિયાધામ ઉપવનની શરૂઆત કરાઈ છે. આ સંદર્ભે 7 મી ઓગસ્ટના દિવસે અમદાવાદ અને અન્ય 20 જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ 50 સ્થળે સવારે 10થી 12 વાગ્યામાં 75 હજાર પરિવારોમાં 75 તિરંગાઓનું વિરતણ દરેક સમાજના અગ્રણીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. વધુમાં વિશ્વઉમિયાધામ સાથે જોડાયેલા અમેરિકા અને કેનેડા પરિવારો પણ પર્યાવરણ અભિયાનમાં જોડાયા છે.