જવારાની તૈયારી
Home જવારાની તૈયારી

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો શિલાન્યાસ સમારોહ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાઈ રહ્યો છે. આ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ સમારોહમાં ભારત ભરના સંતો-મહંતો અને 2 લાખથી વધુ મા ઉમિયાના ભક્તો પધારશે. આ સમારોહમાં અભિવૃદ્ધિ વધારતાં એક વિશ્વ વિક્રમ ( વર્લ્ડ રેકોર્ડ) સર્જાશે.

28 ફેબ્રુઆરી 2020ને શુક્રવારના રોજ બપોરે 2 વાગ્યે જગત જનની મા ઉમિયાની આરધાના કરતી 11 હજાર બહેનોની જ્વારા યાત્રા નીકળશે. આ જ્વારા યાત્રામાં સમગ્ર અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી આવશે. જગત જનની મા ઉમિયાની પ્રસાદી સ્વરૂપની ગુલાબી રંગની સાડી સાથે માથા પર જ્વારા લઈ વિશ્વ ઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરશે.

જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ જણાવે છે. મારી સાથે માત્રને માત્ર કોર કમિટીની 100 બહેનોએ આ સમગ્ર જ્વારા યાત્રાનું આયોજન અને વ્યવસ્થા કરી. સમગ્ર અમદાવાદ 100 બહેનોની કોર ટીમે શેરી-શેરી અને વિસ્તારોમાં જઈ બહેનોને સંગઠિત કરી 11,000 બહેનોને આમંત્રિત કરી છે.

વર્લ્ડ રેકોર્ડ કરનાર જવારા યાત્રાની વિશેષતાઓઃ

* વિશ્વઉમિયાધામ ખાતે 11 હજાર બહેનો જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે
*અમદાવાદના તમામ 48 વિસ્તારોમાંથી બહેનો ભાગ લેશે
* 11 હજાર બહેનો AMTSની 131 બસો દ્વારા વિશ્વઉમિયાધામ પહોંચશે
* તમામ 11 હજાર બહેનો મા ઉમિયાની પ્રસાદી રૂપની ગુલાબી રંગની સાડીમાં પહેરશે
* જવારા યાત્રા 1.5 કિમી લાંબી હશે
* વિશ્વઉમિયાધામ જવારા યાત્રાનું આયોજન માત્ર 100 બહેનોની ટીમ કર્યું
* સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ જ કરી

દૈનિક અપડેટ્સ મેળવો