આસો સુદ નોમ (નવમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ
Home આસો સુદ નોમ (નવમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે પ્રથમ નવરાત્રિ મહોત્સવ

જય ઉમિયા !!!!

નવરાત્રિના નોમના દિવસે મા સિદ્ધિદાત્રીના મહાપુજનના ૨ મુખ્ય યજમાન તેમજ આજની મહાઆરતીનો લાભ સંસ્થાના પ્લેટિનમ દાતાશ્રી ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ  ગ્રુપ  તથા  સંસ્થા સાથે જોડાયેલા  શ્રી વિનુભાઈ ગમારા બંને પરિવારે સંયુક્ત રૂપિયા 6,66,000/- મા ના ચરણોમાં ધરીને વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર તેમજ શ્રીયંત્રનું પૂજન કરીને ધન્યતા અનુભવી.

નવરાત્રિના નવમા નોરતાના દિવસે  સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ટેમ્પલ કમિટીના હોદ્દેદારો  તેમજ અન્ય દાતાશ્રીઓએ તેમજ સંગઠનના મિત્રો તથા બહેનો ઉપસ્થિત રહીને મહા આરતીનો લાભ મેળવી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા .

નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાના નવરૂપોનું મહાપૂજન કરનાર યજમાનશ્રીઓ તેમજ મહાઆરતીમાં ભાગ લીધેલ તમામ ભક્તજનો ઉપર મા ઉમિયાની કૃપા અપરંપાર રહે, તેમની સર્વે મનોકામના પૂર્ણ થાય અને તેમના કાર્યમાં ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત થાય તેવી મા ઉમિયા ને પ્રાર્થના કરીએ છીએ.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રનું યજમાનશ્રીઓને પૂજન અર્ચન કરાવીને નવરાત્રી પ્રસંગને સફળ બનાવવામાં તેમનું જે યોગદાન રહેલ છે તે તમામ બ્રહ્મદેવોને ખુબ ખુબ અભિનંદન.

અને નવરાત્રી મહોત્સવના નવદિવસ રાત- દિવસ જે દાતાશ્રીઓએ તથા કાર્યકર્તાઓએ તથા સેવાભાવી યુવાનોએ જે  લગન અને મહેનતથી કામ કરીને સ્મૃતિ મંદિર વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે પ્રથમવાર આયોજિત નવરાત્રી પ્રસંગને સફળ બનાવવા બદલ તમામ કાર્યકર્તાઓ દાતાશ્રીઓ તથા સેવાભાવીઓને સંસ્થા  વતી ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સહ….

દૈનિક અપડેટ્સ મેળવો