તા. 03/12/2019 ના રોજ NRI ટ્રસ્ટીઓ સાથે બેઠક મળેલ
Home તા. 03/12/2019 ના રોજ NRI ટ્રસ્ટીઓ સાથે બેઠક મળેલ
  • તારીખ ૩-૧૨-૨૦૧૯ ને મંગળવારે સાંજે ૬.૦૦ કલાકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના NRI ટ્રસ્ટી સાથેની એક મિટિંગ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ શ્રી દિપકભાઈ પટેલના નિવાસસ્થાને પ્રમુખશ્રી આર પી પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં  અમેરિકા અને કેનેડાના અલગ-અલગ દસ સ્ટેટમાંથી આવેલ ટ્રસ્ટીમિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું.
  • NRI ટ્રસ્ટી મિત્રોએ અમેરિકા અને કેનેડામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હેઠળ કરવામાં આવતી સંગઠનની કામગીરી અને પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી.
  • શ્રી દીપકભાઈ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકેલ સુરક્ષા કવચ યોજનાની તથા સીટી મેમ્બર બનાવવાની અને શ્રી અરવિંદભાઈ પટેલે વિદેશમાં વસતા આપણા બંધુઓને પડતી મુશ્કેલીઓ બાબતે સરકાર સાથે કરેલ રજૂઆત અને થયેલ કામગીરી ની માહિતી આપી.
  • આ ઉપરાંત આગામી ૭ જાન્યુઆરી, 2020 ના રોજ યોજાનાર NRI સ્નેહમિલન અભિવાદનની વિગતે ચર્ચા કરવામાં આવી.
દૈનિક અપડેટ્સ મેળવો