તારીખ 27.09.2019ના રોજ બરોડા ખાતે મીટિંગનું આયોજન
Home તારીખ 27.09.2019ના રોજ બરોડા ખાતે મીટિંગનું આયોજન

ઉમિયા ફાઉન્ડેશન વડોદરા ચેપ્ટરની કારોબારી ની મીટીંગ આજરોજ તારીખ 27 સપ્ટેમ્બર 2019 ને શુક્રવારે વડોદરા ખાતે 11:00 કલાકે મળી ,જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક શ્રી આર.પી.પટેલ, દિપકભાઈ પટેલ , અને ડી. એન ગોલ નુ વડોદરા ચેપ્ટર તરફથી સ્વાગત કરવામાં આવ્યું .ત્યારબાદ વડોદરા ચેપ્ટરની કારોબારી  ટીમ ની નિમણૂક કરવામાં આવી. જેમાં ચેરમેન તરીકે પિનાકીનભાઈ પટેલ, કો-ચેરમેન તરીકે મણીભાઈ વાછાણી અને અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

આ ઉપરાંત આજની મિટિંગમાં વડોદરા ચેપ્ટર  VUF – 108 ની ટીમ બનાવવા તેમજ વડોદરા ચેપ્ટર સમાધાન પંચ શરૂ કરવા તેમજ વડોદરા ચેપ્ટરના 1000 સીટી મેમ્બર ની નોંધણી ના ઠરાવો પસાર કરવામાં આવ્યા. આજની મીટીંગમાં સારી સંખ્યામાં મિત્રો ઉપસ્થિત રહ્યા

 

દૈનિક અપડેટ્સ મેળવો