તારીખ 19/06/2022 ના રોજ વિશ્વ યોગ ગુરુ શ્રી બાબા રામદેવ જી વિશ્વ ઉમિયાધામ – જાસપુર ખાતે મુલાકાત લીધી હતી.
Home તારીખ 19/06/2022 ના રોજ વિશ્વ યોગ ગુરુ શ્રી બાબા રામદેવ જી વિશ્વ ઉમિયાધામ – જાસપુર ખાતે મુલાકાત લીધી હતી.
આજ રોજ વિશ્વ ઉમિયાધામ ખાતે પરમ પૂજ્ય યોગગુરુ બાબા રામદેવજીનુ પાવન આગમન થયું. પૂજ્ય બાબા રામદેવજીએ જગતજનની શ્રી ઉમિયા માતાજી ના નવનિર્મિત મંદિરની શીલાનું પૂજન કર્યું ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રી આર. પી. પટેલ તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતાશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ ની હાજરીમાં પૂજ્ય બાબા રામદેવજીનું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભદિને સ્વામી રામદેવજીએ તેમની દિવ્ય વાણીથી ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને મા ઉમિયા પ્રત્યેની શ્રધ્ધા સમાજ પ્રત્યેની- દેશ પ્રત્યેની ભાવના તથા યોગ વિશે માહિતગાર કરી સર્વેને ભાવ વિભોર કર્યા.
દૈનિક અપડેટ્સ મેળવો