આસો સુદ સાતમ (સાતમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ
Home આસો સુદ સાતમ (સાતમું નોરતું) – વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે નવરાત્રિ મહોત્સવ

જય ઉમિયા!!!

વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે નવરાત્રી આસો સુદ સાતમના પાવન દિવસે  મા કાલરાત્રિ માતાનું મહાપૂજન સંસ્થાના ઉપપ્રમુખશ્રી  ડી.એન. ગોલ તથા તેમના સર્વે પરિવારજનો, પ્લેટિનમ  દાતાશ્રી દશરથભાઇ આશાભાઈ પટેલ પૂર્વ સરપંચશ્રી સોલા,  VUF  સંગઠનના મંત્રીશ્રી વિક્રમભાઈ  પટેલ, શ્રી ભાવેશભાઈ પટેલ તેમજ પૂર્વ રિજિયન કમિટીના ચેરમેનશ્રી કાનજીભાઈ એસ.પટેલ તથા પૂર્વ રીજીયન કમિટીના હોદ્દેદારોશ્રીઓ  તેમજ અન્ય વિસ્તારોમાંથી આવેલ યજમાનશ્રી વિગેરેઓએ આજની મહાપુજા વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રની પૂજન-અર્ચનનો લાભ પ્રાપ્ત  કર્યો ,

અને……….

આજના નોરતાની મહાઆરતીનો લાભશ્રી દશરથભાઈ આશાભાઈ પટેલ પૂર્વ સરપંચશ્રી સોલા દ્વારા રૂપિયા 51000 ની ઉછામણી બોલીને મા જગદંબાની  આરતીનો લાભ લીધેલ…..

ડાયમંડદાતાશ્રી નિમેષભાઈ બી. પટેલ તથા તેમના ધર્મપત્ની મનિષાબેન ભાવિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તરફથી સ્મૃતિ મંદિરમાં બિરાજમાન જગત જનની મા ઉમિયાને તેમજ દિવ્ય દિવ્યરથમાં બિરાજમાન મા ઉમિયાને 2 સાડી, 2 હાર પાયલ, બ્યુટી, વિગેરે આભૂષણો માતાજીને ભેટ સ્વરૂપ અર્પણ કરેલ છે. માં ઉમિયા આ તમામ  પરિવારના સભ્યોની  દરેક મનોકામના પૂર્ણ કરે એવી  પ્રાર્થના……

….અને આજની આરતીમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી,  ઉપપ્રમુખશ્રી , તથા શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ  (બીજેપી) ધારાસભ્યશ્રી,  ટેમ્પલ કમિટીના હોદ્દેદારોશ્રીઓ તેમજ  શ્રી કાંતિભાઈ રામ, શ્રી  શૈલેષભાઈ એમ. પટેલ, શ્રી ડી .આર.  પટેલ વિગેરે દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ._

દૈનિક અપડેટ્સ મેળવો