વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ- “ઉમાછત્ર” સહાય યોજના શુભારંભ કાર્યક્રમ
Home વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ- “ઉમાછત્ર” સહાય યોજના શુભારંભ કાર્યક્રમ

જય ઉમિયા !!!

વિશ્વ ઉમિયાધામ અમદાવાદ ખાતે તારીખ 31.10. 2020 ના રોજ શરદ પૂનમ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતી દિવસે સ્મૃતિ મંદિર ખાતે જગતજનની મા ઉમિયાની  આરતી તથા દીપ પ્રાગટ્ય કરી…..

આ પવિત્ર અવસર પર સરદાર પટેલ સાહેબના ઉચ્ચ આદર્શોને કેન્દ્રમાં રાખી સમાજની એકતા અને આર્થિક સુરક્ષા આપવાના આપણા પ્રયત્નોને દિશા આપવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ઉમિયા સુરક્ષા કવચ- “ઉમાછત્ર” સહાય યોજનાનો શુભારંભ સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી.પટેલ, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ, સરદારધામના પ્રમુખશ્રી ગગજીભાઈ સુતરીયા તેમજ સંસ્થાના દાતાશ્રીઓ શ્રી કાંતિભાઈ રામ, શ્રી વાડીભાઈ પટેલ વિગેરે દાતાશ્રીઓ અને  “ઉમાછત્ર” સહાય યોજનાના  ચેરમેનશ્રી જયંતિભાઇ લાકડાવાલા તેમજ કો-ચેરમેન શ્રી અનિલભાઈ વી પટેલ, અને ઉમાછત્રના બ્રોશરની ડિઝાઇનને રૂપ આપનાર  શ્રી કમલેશભાઈ સોની, online વેબસાઇટ બનાવનાર શ્રી હિમાંશુભાઈ પટેલ તથા આજના શુભ અવસર પર ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ -બહેનોની હાજરીમાં “ઉમાછત્ર” સહાય યોજનાનો નો શુભારંભ કરવામાં આવેલ.

“ઉમાછત્ર” સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ સમાજના કોઈપણ પરિવારમાં જ્યારે કોઈપણ સભ્યનું આકસ્મિક અવસાન થાય છે ત્યારે આર્થિક મુશ્કેલી પેદા થાય, તેવા સંજોગોમાં તે પરિવારને રૂપિયા 10 લાખની આર્થિક સહાય સ્વરૂપે મદદરૂપ થવાનો સંકલ્પ છે.

વધુ માહિતી માટે નીચેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકશો.

Mo. 75750 03318 &

Mo. 75750 03316

દૈનિક અપડેટ્સ મેળવો