તમારા પ્રશ્નો
Home તમારા પ્રશ્નો

કડવા પાટીદાર સમાજની આર્થિકસામાજિકશારીરિકશૈક્ષણિક તેમજ યુવાનોના રોજગારની ચિંતા કરનારા સંગઠિત થયેલા ભામાશાઓ અને શુભચિંતકો  સંસ્થાના સંસ્થાપકો છે.

કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ કે જે આ સંસ્થાને તેની સંકલ્પના અને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સુધી પહોંચાડવા સમયદાન, બુદ્ધિ દાન અને આર્થિક દાન આપી તન-મન-ધનથી સંસ્થા સાથે જોડાયેલા રહી સમાજ વિકાસના કોઈપણ ક્ષેત્રમાં સેવા કરવા ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓ આ સંસ્થાનું સંચાલન કરશે.

સંસ્થાના બંધારણની જોગવાઈ પ્રમાણે ઓછામાં ઓછા રૂપિયા ૨૫ લાખ દાન આપનાર કડવા પાટીદાર વ્યક્તિ સંસ્થાના ટ્રસ્ટી તરીકે જોડાઈ શકે.

કોઈપણ નાગરિક કે સંસ્થા ઓછામાં ઓછું રૂપિયા એક હજારનું  અને વધુમાં વધુ મા ઉમિયાની પ્રેરણાથી યથાશક્તિ ગમે તેટલું દાન આપનાર દાતા તરીકે જોડાઈ શકે.

હા , આ સંસ્થા રજીસ્ટર થયેલ છે અને સંસ્થાએ ભારત સરકારશ્રી ના ઇન્કમટેક્ષ વિભાગ તરફથી 80-G  & 12/A સર્ટીફીકેટ મેળવેલ છે તેમજ એનજીઓ તરીકે પણ  સરકારશ્રી માંથી રજીસ્ટ્રેશન નંબર મેળવેલ છે ઉપરાંત વિદેશમાંથી પણ દાન મેળવવાને પાત્ર છે.

સંસ્થાના બંધારણની જોગવાઈ પ્રમાણે ઓછામાં ઓછા રૂપિયા ૫ લાખ દાન આપનાર કડવા પાટીદાર વ્યક્તિ સંસ્થાના સભ્ય તરીકે જોડાઈ શકે.

દરેક સેવાનો લાભ જે તે નિયમોને આધીન તેમજ જરૂરી આધારો રજૂ કરી મેળવી શકે છે આ માટે સંસ્થાની વેબસાઈટ કે મોબાઇલ એપ્લિકેશન મારફતે online રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

વિશ્વમાં વસતા દરેક કડવા પાટીદારોને આ સંસ્થાના સંગઠનમાં જોડાવા માટે આમંત્રણ છે અને ફરજિયાત પણ છે.

હા, કડવા પાટીદારો ની કોઈપણ સંસ્થા આ સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જોડાઈ શકે અને આ સંસ્થાને પોતાની સંસ્થાનો સેવાકીય લાભ આપી શકે છે અને આ સંસ્થાના લાભ પણ મેળવી શકાય છે.

હા, આ સંસ્થા દ્વારા સી.એસ.આર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ કોર્પોરેટ માંથી CSR Fund પણ એકત્રિત કરવામાં આવે  છે.

દૈનિક અપડેટ્સ મેળવો