યોજનાઓ
Home યોજનાઓ
વિશ્વ વિખ્યાત મંદિર નિર્માણ
જે જગત જનનીએ સર્વેને સુખ અને સમૃદ્ધિનો અવિરત આશીર્વાદ આપ્યો છે, તે મા ઉમિયા માટે એક ભવ્યાતિભવ્ય અને વિશ્વવિખ્યાત મંદિરનું નિર્માણ કરવું તે આપણા માટે ગૌરવની વાત છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે અંદાજે 50,000 ચોરસ વાર કરતાં પણ વધુ વિસ્તારમાં પાટીદારોની સંસ્કૃતિ અને સંસ્કારને તેમજ પાટીદારોના 1800 વર્ષના ઈતિહાસ તેઓના સંઘર્ષ અને તેઓની સફળતાની ગાથાને પ્રતિબિંબિત કરતાં એક બહુમાળી દેદીપ્યમાન મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે ફક્ત ઉત્તમોત્તમ સ્થાપત્યકલાનું જ નહિ, પરંતુ મા ઉમિયાના અનુગ્રહનું પણ પ્રતીક બની રહેશે. સાથે જ આસ્થાના આ ધામને સમગ્ર વિશ્વના કડવા પાટીદાર સમાજને એક ફલક પર સાંકળતા આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવશે. મા ઉમિયાના આ ભવ્ય મંદિરની અન્ય વિશેષતાઓમાં શામેલ હશેઃ કડવા પાટીદારના ઇતિહાસને દર્શાવતું અદ્‌ભૂત પ્રદર્શન સાંસ્કૃતિક, સામાજીક અને આધ્યાત્મિક ધર્મ સભાઓ માટે વિશાળ સભાખંડ શાંતિ અને ધ્યાન માટે કુદરતી નયન રમ્ય વાતાવરણ સાથેનો શાંતિખંડ યજ્ઞશાળા અને બાળ સંસ્કાર શાળા યુવાનોને પ્રેરણાદાયી ફિલ્મો દર્શાવવા માટે થીયેટર
મેટ્રીમોનિયલ સેવા
પોતાના સંતાનો માટે યોગ્ય જીવનસાથી શોધવો તે વાસ્તવમાં માતા–પિતા માટે ગહન ચિંતાનો વિષય હોય છે. લગ્ન ફક્ત બે વ્યક્તિઓનો નહિ પરંતુ બે પરિવારોનો સંબંધ જોડે છે. એટલે જ આ અતિ મહત્વના નિર્ણયમાં યુવાન દીકરા – દીકરીઓના પરિવારોને મદદરૂપ થવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ મેટ્રીમોનીયલ સેવા પૂરી પાડવામાં આવનાર છે જેમાં સમાજના યુવક–યુવતીઓ માટે યોગ્ય જીવનસાથીની પસંદગી સરળ બનાવવા માટે ઓનલાઈન તેમજ ઓફલાઇન મેટ્રીમોનીયલ સેવાઓનું આયોજન કરવામાં આવશે. વિશેષતઃ દીકરીઓ માટે વિના મૂલ્યે રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તેઓને યોગ્ય જીવનસાથીની પસંદગી માટે સહાય કરવામાં આવશે. મેટ્રિમોનિયલ પોર્ટલ
સામાજિક સેવા કેન્દ્ર
સમાજને વિવિધ સામાજિક સેવાઓ પૂરી પાડવા અને અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાના ઉમદા આશય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ખાસ સામાજિક સેવા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે જેમાં સામાજીક, લગ્ન કે મિલ્કત બાબતના આંતરિક ઝઘડાઓના નિવારણ માટે સમાધાન પંચ, મહેસૂલી અને કાયદાકીય માર્ગદર્શન વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ કેન્દ્ર દ્વારા બેટી બચાવો અને વ્યસન મુકિત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે વિધવા, ત્યક્તા બહેનો તથા દિવ્યાંગોને મદદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે નિરાધાર વડીલો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઘરડા ઘરનું નિર્માણ કરવામાં આવશે
કૃષિ અને સંશોધન કેન્દ્ર
પાટીદારો એટલે કૃષિ સાથે સંકળાયેલ દેશનો સૌથી મોટો સમુદાય. ધરતી સાથે જોડાયેલા અને સદીઓથી ખેતીને જ મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારતાં રહેલાં પાટીદારોની આવનારી પેઢીઓ પણ કૃષિ સાથે જોડાયેલ રહી શકે અને તેઓને સમગ્ર સમુદાયના કૃષિ અંગેના જ્ઞાન અને અનુભવનો લાભ મળી શકે તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ કૃષિ અને સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે. આ કેન્દ્રનો લાભ સમગ્ર દેશના કિસાનોને મળશે જ્યાંથી તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન મેળવી શકશે. કડવા પાટીદાર ખેડૂતોને પોતાના પાકની મહત્તમ કિંમત મળી રહે તેમજ તેઓને વિવિધ સરકારી યોજનાઓ અને સબસીડીનો લાભ મળે તે માટે ખાસ કડવા પાટીદાર ખેડૂત સહકારી સંઘની રચના કરવામાં આવશે. આ ઉપરાંત આ કેન્દ્ર થકી કિસાનોને મળશેઃ આધુનિક ખેતી તથા વિશેષ ખેત ઉત્પાદન માટે સંશોધન અને પ્રયોગો કરવા માટે માર્ગદર્શન અને તાલીમ ખેત ઉત્પાદનને સીધેસીધા ગ્રાહક કે ફેકટરી સુધી પહોંચાડવા માર્ગદર્શન અને તાલીમ ખેત ઉત્પાદનમાંથી જીવન જરૂરી પ્રોડકટ્સ બનાવવા માટે ગામે ગામ વિવિધ રોજગાર સાધનો ઉભા કરવા તાલીમ કૃષિને લગતી સરકારી કે અન્ય યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આધુનિક પશુપાલન અને ડેરી ઉદ્યોગ અંગે માર્ગદર્શન
ડિઝાસ્ટર મેનેજમેન્ટ
ગુજરાતે સમયાંતરે પૂર અને ભૂકંપ જેવી વિવિધ કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે. આવા કટોકટીના સમયમાં ખાસ કરીને સમાજના જરૂરિયાતમંદ વર્ગની પરિસ્થિતિ વધુ દયનીય બની જતી હોય છે. આવા સમયે જે તે કુદરતી આપત્તિની સામે રક્ષણ કે સહાય માટે જરૂરી સાધન સામગ્રી ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડી શકે તેવા સ્વયંસેવકો તૈયાર કરવાને પોતાની નૈતિક ફરજ માનીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં સમાજના યુવાન સ્વયંસેવકોને જરૂરી તાલીમ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની સેવાઓમાં સામેલ હશેઃ ઓનલાઇન માહિતી અને પ્રસારણ આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન અન્ય વૈશ્વિક એન.જી.ઓ. સાથે જોડાણ અને સહયોગ
સ્વાસ્થ્ય અને રમત-ગમત સંકુલ
આજના દોડધામભર્યાં જીવનમાં મહદ અંશે લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરતાં હોય છે. સમાજના યુવાધનને એક સ્વાસ્થ્ય સભર જીવનશૈલીની ભેટ આપવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ સ્વાસ્થ્ય અને રમત-ગમત સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીના ‘ખેલેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’ અભિયાનનું સમર્થન કરતાં આ અત્યાધુનિક સંકુલમાં જિમ્નેશીયમ, સ્વીમીંગ પુલ, મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તેમજ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત આ સંકુલમાં હશે અનુભવી અને નિષ્ણાત ટ્રેઈનર્સ અને કોચ ધરાવતું યોગા અને ફીઝીયોથેરાપી સેન્ટર રમત ગમતના અત્યાધુનિક સાધનો વિવિધ રમતો માટે જુદા-જુદા મેદાનો ચાલવા અને દોડવા માટે ટ્રેક
તબીબી સંભાળ કેન્દ્ર
જનમાત્રને પરવડે તેવા દરે વિશ્વ-સ્તરીય તબીબી સુવિધાઓ મળી રહે તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અદ્યતન તબીબી સંભાળ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં પ્રાથમિક તબીબી સારવારની સાથે ગામડેથી કે વિદેશથી ઓપરેશન અર્થે આવતા દર્દીઓની પ્રિ એન્ડ પોસ્ટ ઓપરેટીવ તબીબી સારવાર અને સંભાળની ખાસ વ્યવસ્થા હશે. આ ઉપરાંત તબીબી સંભાળ કેન્દ્રમાં હશેઃ અદ્યતન સાધનો ધરાવતી લેબોરેટરી રકતદાન તથા અંગદાન જાગૃતિ માટે નિયમિતપણે વિવિધ કેમ્પનું આયોજન માનસિક રોગોથી પીડાતા દર્દીઓ માટે ખાસ મનોચિકિત્સકોની સલાહ ગંભીર બીમારીઓથી બચવા આપણી દૈનિક જીવનશૈલી પર નિષ્ણાત તબીબોના માર્ગદર્શક સેમિનાર જીવલેણ બીમારીઓ ધરાવતા દર્દીઓના માનસિક તણાવ દૂર કરવા મનોવૈજ્ઞાનિક તબીબો સાથે પરામર્શ
સિનિયર સિટીઝન્સ ભવન
પાટીદારોને વિશ્વભરમાં જે સફળતા અને સિદ્ધિઓ સાંપડી છે તેના મૂળમાં મા ઉમિયાની કૃપાની સાથે સાથે વડીલોના આશીર્વાદ પણ રહેલાં છે. વડીલોનું આ ઋણ સ્વીકારીને તેઓ માટે કંઈક ઉમદા કરવાના આશય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ સિનિયર સિટીઝન્સ ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે જેમાં કડવા પાટીદાર પરિવારોના વડીલો પોતાનો સમય ગુણવત્તાયુક્ત પ્રવૃત્તિઓમાં વ્યતીત કરી શકે, અન્ય વડીલો સાથે સંપર્કમાં રહી શકે અને તેઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે ખાસ એક્ટિવિટી હૉલ, લાફીંગ ક્લબ, ફિઝીયોથેરાપી સેન્ટર અને ઈન્ટરેક્ટિવ કમ્યુનિટી હૉલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ ભવનમાં હશેઃ યુવાનોને અનુભવી વડીલોનું સાચું માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ કાર્યક્રમો સમગ્ર સમાજના વિકાસમાં વડીલો પોતાનો ફાળો આપી શકે તેવી પ્રવૃત્તિઓ
એન.આર.આઈ ભવન
પાટીદારો વિશ્વના કોઈપણ ખૂણામાં વસ્યા હોય તેઓ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સદાય જોડાયેલા રહે છે અને એટલે જ તેઓના કુળદેવી એવા મા ઉમિયાના આ ધામ સાથે તેઓનું જોડાણ નિશ્ચિત છે. એટલે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એન.આર.આઈ પાટીદાર પરિવારો માટે ખાસ પંચતારક હોટેલને સમકક્ષ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બહુમાળી એન.આર.આઇ. ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ એન.આર.આઈ ભવનમાં વિદેશથી ધાર્મિક, સામાજિક કે વ્યાવસાયિક કારણો માટે આવતાં કડવા પાટીદાર પરિવારો માટે રહેવા અને જમવાની વિશેષ વ્યવસ્થા હશે. આ ઉપરાંત એન.આર.આઈ ગેસ્ટને મળશેઃ એરપોર્ટથી કે રેલ્વે સ્ટેશનથી ભવન સુધી લાવવા અને પરત લઈ જવા માટેની તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા બિઝનેસ કોન્ફરન્સિસ કે સામાજિક પ્રસંગો માટે નાના અને મોટા અદ્યતન કોન્ફરન્સ હોલ સમાજના અન્ય લોકો સાથે વ્યાવસાયિક તેમજ સામાજિક જોડાણ શક્ય બને તે માટે ખાસ કાર્યક્રમોનું આયોજન
વ્યવસાય અને રોજગાર ભવન
જ્યાં શ્રદ્ધા છે, સંગઠન છે, સશક્તિકરણ છે ત્યાં સફળતા ન હોય તે શક્ય જ નથી. સમાજની એકતા અને પરસ્પરના વિશ્વાસને વ્યાવસાયિક સિદ્ધિઓમાં પરિવર્તિત કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વ્યવસાય અને રોજગાર ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં વિવિધ ક્ષેત્રોના નાના, મધ્યમ તેમજ વિકસિત વ્યાપારોનું પરસ્પર જોડાણ કરીને પ્રગતિની નવીન તકોનું નિર્માણ કરવામાં આવશે. પોતાના વ્યાપારમાં સફળતાના શિખરો પર પહોંચેલા અનુભવી અને નિપુણ ઉદ્યોગકારોના વ્યૂહાત્મક માર્ગદર્શન થકી પાટીદાર ઉદ્યોગ સાહસિકોના વ્યાપારોને વૈશ્વિક સ્તરે વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત અહીં મળશેઃ ઉધોગ સાહસિકતાને લગતી, રોજગારલક્ષી તેમજ લઘુઉધોગો માટેની તાલીમ વિધવા, ત્યક્તા મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગને લગતી તાલીમ અને રોજગાર પાટીદાર યુવાધનને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મળી રહે તે માટે ઓનલાઇન જોબ પોર્ટલ વાર્ષિક ત્રણ લાખ કરતાં ઓછી આવક ધરાવતા અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કુટુંબની આવક વધારવા તેઓને ધંધા અને રોજગાર એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ તેમજ દેશ-વિદેશમાં ધંધા અને રોજગાર માટે માર્ગદર્શન
કૌશલ્ય / કારકિર્દી ડેવલપમેન્ટ ભવન
જે સ્થળે મા ઉમિયાનો આશીર્વાદ હોય, જે ભૂમિ મા ઉમિયાની કૃપાથી પાવન થયેલી હોય તે ભૂમિ પર વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ અને કારકિર્દીનું માર્ગદર્શન મળે તો તેઓની સફળતા નિશ્ચિત છે… અને એટલે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કૌશલ્ય અને કારકિર્દી વિકાસ માટે ખાસ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા સીવીલ સર્વિસીસ પરીક્ષાઓની તૈયારી માટે અસરકારક અને પરિણામલક્ષી તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત અહીં મળશેઃ વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ યુવાનો અને યુવતીઓની ક્ષમતા પ્રમાણે વિવિધ ક્ષેત્રના કૌશલ્ય સંવર્ધન કોર્સિસ વૉકેશનલ અને ગર્વમેન્ટ કોર્સિસ કારકિર્દી માર્ગદર્શન, વ્યકિતત્વ વિકાસ અને ઈન્ટરવ્યુ તાલીમ અને પરામર્શ ઉચ્ચ વ્યવસાયિક અભ્યાસ અને કારકિર્દી ઘડતર અર્થે લોન
દૈનિક અપડેટ્સ મેળવો