કૃષિ અને સંશોધન કેન્દ્ર
Home કૃષિ અને સંશોધન કેન્દ્ર

પાટીદારો એટલે કૃષિ સાથે સંકળાયેલ દેશનો સૌથી મોટો સમુદાય. ધરતી સાથે જોડાયેલા અને સદીઓથી ખેતીને જ મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારતાં રહેલાં પાટીદારોની આવનારી પેઢીઓ પણ કૃષિ સાથે જોડાયેલ રહી શકે અને તેઓને સમગ્ર સમુદાયના કૃષિ અંગેના જ્ઞાન અને અનુભવનો લાભ મળી શકે તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ કૃષિ અને સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે. આ કેન્દ્રનો લાભ સમગ્ર દેશના કિસાનોને મળશે જ્યાંથી તેઓ આધુનિક અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન મેળવી શકશે. કડવા પાટીદાર ખેડૂતોને પોતાના પાકની મહત્તમ કિંમત મળી રહે તેમજ તેઓને વિવિધ સરકારી યોજનાઓ અને સબસીડીનો લાભ મળે તે માટે ખાસ કડવા પાટીદાર ખેડૂત સહકારી સંઘની રચના કરવામાં આવશે.

આ ઉપરાંત આ કેન્દ્ર થકી કિસાનોને મળશેઃ

  • આધુનિક ખેતી તથા વિશેષ ખેત ઉત્પાદન માટે સંશોધન અને પ્રયોગો કરવા માટે માર્ગદર્શન અને તાલીમ
  • ખેત ઉત્પાદનને સીધેસીધા ગ્રાહક કે ફેકટરી સુધી પહોંચાડવા માર્ગદર્શન અને તાલીમ
  • ખેત ઉત્પાદનમાંથી જીવન જરૂરી પ્રોડકટ્સ બનાવવા માટે ગામે ગામ વિવિધ રોજગાર સાધનો ઉભા કરવા તાલીમ
  • કૃષિને લગતી સરકારી કે અન્ય યોજનાઓની માહિતી અને માર્ગદર્શન
  • આધુનિક પશુપાલન અને ડેરી ઉદ્યોગ અંગે માર્ગદર્શન
દૈનિક અપડેટ્સ મેળવો