વ્યવસાય અને રોજગાર ભવન
Home વ્યવસાય અને રોજગાર ભવન

જ્યાં શ્રદ્ધા છે, સંગઠન છે, સશક્તિકરણ છે ત્યાં સફળતા ન હોય તે શક્ય જ નથી. સમાજની એકતા અને પરસ્પરના વિશ્વાસને વ્યાવસાયિક સિદ્ધિઓમાં પરિવર્તિત કરવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વ્યવસાય અને રોજગાર ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં વિવિધ ક્ષેત્રોના નાના, મધ્યમ તેમજ વિકસિત વ્યાપારોનું પરસ્પર જોડાણ કરીને પ્રગતિની નવીન તકોનું નિર્માણ કરવામાં આવશે. પોતાના વ્યાપારમાં સફળતાના શિખરો પર પહોંચેલા અનુભવી અને નિપુણ ઉદ્યોગકારોના વ્યૂહાત્મક માર્ગદર્શન થકી પાટીદાર ઉદ્યોગ સાહસિકોના વ્યાપારોને વૈશ્વિક સ્તરે વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

આ ઉપરાંત અહીં મળશેઃ

  • ઉધોગ સાહસિકતાને લગતી, રોજગારલક્ષી તેમજ લઘુઉધોગો માટેની તાલીમ
  • વિધવા, ત્યક્તા મહિલાઓ માટે ગૃહ ઉદ્યોગને લગતી તાલીમ અને રોજગાર
  • પાટીદાર યુવાધનને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર મળી રહે તે માટે ઓનલાઇન જોબ પોર્ટલ
  • વાર્ષિક ત્રણ લાખ કરતાં ઓછી આવક ધરાવતા અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા કુટુંબની આવક વધારવા તેઓને ધંધા અને રોજગાર
  • એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ તેમજ દેશ-વિદેશમાં ધંધા અને રોજગાર માટે માર્ગદર્શન
દૈનિક અપડેટ્સ મેળવો