ડિઝાસ્ટર મેનેજમેન્ટ
Home ડિઝાસ્ટર મેનેજમેન્ટ

ગુજરાતે સમયાંતરે પૂર અને ભૂકંપ જેવી વિવિધ કુદરતી આપત્તિઓનો સામનો કર્યો છે. આવા કટોકટીના સમયમાં ખાસ કરીને સમાજના જરૂરિયાતમંદ વર્ગની પરિસ્થિતિ વધુ દયનીય બની જતી હોય છે. આવા સમયે જે તે કુદરતી આપત્તિની સામે રક્ષણ કે સહાય માટે જરૂરી સાધન સામગ્રી ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડી શકે તેવા સ્વયંસેવકો તૈયાર કરવાને પોતાની નૈતિક ફરજ માનીને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં સમાજના યુવાન સ્વયંસેવકોને જરૂરી તાલીમ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની સેવાઓમાં સામેલ હશેઃ

  • ઓનલાઇન માહિતી અને પ્રસારણ
  • આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન
  • અન્ય વૈશ્વિક એન.જી.ઓ. સાથે જોડાણ અને સહયોગ
દૈનિક અપડેટ્સ મેળવો