
આજના દોડધામભર્યાં જીવનમાં મહદ અંશે લોકો પોતાના સ્વાસ્થ્યની અવગણના કરતાં હોય છે. સમાજના યુવાધનને એક સ્વાસ્થ્ય સભર જીવનશૈલીની ભેટ આપવા માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ સ્વાસ્થ્ય અને રમત-ગમત સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આપણા દેશના પ્રધાનમંત્રીશ્રીના ‘ખેલેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’ અભિયાનનું સમર્થન કરતાં આ અત્યાધુનિક સંકુલમાં જિમ્નેશીયમ, સ્વીમીંગ પુલ, મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તેમજ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ હશે.
આ ઉપરાંત આ સંકુલમાં હશે
- અનુભવી અને નિષ્ણાત ટ્રેઈનર્સ અને કોચ ધરાવતું યોગા અને ફીઝીયોથેરાપી સેન્ટર
- રમત ગમતના અત્યાધુનિક સાધનો
- વિવિધ રમતો માટે જુદા-જુદા મેદાનો
- ચાલવા અને દોડવા માટે ટ્રેક