તબીબી સંભાળ કેન્દ્ર
Home તબીબી સંભાળ કેન્દ્ર

જનમાત્રને પરવડે તેવા દરે વિશ્વ-સ્તરીય તબીબી સુવિધાઓ મળી રહે તે માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અદ્યતન તબીબી સંભાળ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે જ્યાં પ્રાથમિક તબીબી સારવારની સાથે ગામડેથી કે વિદેશથી ઓપરેશન અર્થે આવતા દર્દીઓની પ્રિ એન્ડ પોસ્ટ ઓપરેટીવ તબીબી સારવાર અને સંભાળની ખાસ વ્યવસ્થા હશે.

આ ઉપરાંત તબીબી સંભાળ કેન્દ્રમાં હશેઃ

  • અદ્યતન સાધનો ધરાવતી લેબોરેટરી
  • રકતદાન તથા અંગદાન જાગૃતિ માટે નિયમિતપણે વિવિધ કેમ્પનું આયોજન
  • માનસિક રોગોથી પીડાતા દર્દીઓ માટે ખાસ મનોચિકિત્સકોની સલાહ
  • ગંભીર બીમારીઓથી બચવા આપણી દૈનિક જીવનશૈલી પર નિષ્ણાત તબીબોના માર્ગદર્શક સેમિનાર
  • જીવલેણ બીમારીઓ ધરાવતા દર્દીઓના માનસિક તણાવ દૂર કરવા મનોવૈજ્ઞાનિક તબીબો સાથે પરામર્શ
દૈનિક અપડેટ્સ મેળવો