
પાટીદારો વિશ્વના કોઈપણ ખૂણામાં વસ્યા હોય તેઓ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સદાય જોડાયેલા રહે છે અને એટલે જ તેઓના કુળદેવી એવા મા ઉમિયાના આ ધામ સાથે તેઓનું જોડાણ નિશ્ચિત છે. એટલે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એન.આર.આઈ પાટીદાર પરિવારો માટે ખાસ પંચતારક હોટેલને સમકક્ષ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બહુમાળી એન.આર.આઇ. ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ એન.આર.આઈ ભવનમાં વિદેશથી ધાર્મિક, સામાજિક કે વ્યાવસાયિક કારણો માટે આવતાં કડવા પાટીદાર પરિવારો માટે રહેવા અને જમવાની વિશેષ વ્યવસ્થા હશે.
આ ઉપરાંત એન.આર.આઈ ગેસ્ટને મળશેઃ
- એરપોર્ટથી કે રેલ્વે સ્ટેશનથી ભવન સુધી લાવવા અને પરત લઈ જવા માટેની તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા
- બિઝનેસ કોન્ફરન્સિસ કે સામાજિક પ્રસંગો માટે નાના અને મોટા અદ્યતન કોન્ફરન્સ હોલ
- સમાજના અન્ય લોકો સાથે વ્યાવસાયિક તેમજ સામાજિક જોડાણ શક્ય બને તે માટે ખાસ કાર્યક્રમોનું આયોજન