
પાટીદારોને વિશ્વભરમાં જે સફળતા અને સિદ્ધિઓ સાંપડી છે તેના મૂળમાં મા ઉમિયાની કૃપાની સાથે સાથે વડીલોના આશીર્વાદ પણ રહેલાં છે. વડીલોનું આ ઋણ સ્વીકારીને તેઓ માટે કંઈક ઉમદા કરવાના આશય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ખાસ સિનિયર સિટીઝન્સ ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે જેમાં કડવા પાટીદાર પરિવારોના વડીલો પોતાનો સમય ગુણવત્તાયુક્ત પ્રવૃત્તિઓમાં વ્યતીત કરી શકે, અન્ય વડીલો સાથે સંપર્કમાં રહી શકે અને તેઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય તે માટે ખાસ એક્ટિવિટી હૉલ, લાફીંગ ક્લબ, ફિઝીયોથેરાપી સેન્ટર અને ઈન્ટરેક્ટિવ કમ્યુનિટી હૉલ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આ ઉપરાંત આ ભવનમાં હશેઃ
- યુવાનોને અનુભવી વડીલોનું સાચું માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ કાર્યક્રમો
- સમગ્ર સમાજના વિકાસમાં વડીલો પોતાનો ફાળો આપી શકે તેવી પ્રવૃત્તિઓ