કૌશલ્ય / કારકિર્દી ડેવલપમેન્ટ ભવન
Home કૌશલ્ય / કારકિર્દી ડેવલપમેન્ટ ભવન

જે સ્થળે મા ઉમિયાનો આશીર્વાદ હોય, જે ભૂમિ મા ઉમિયાની કૃપાથી પાવન થયેલી હોય તે ભૂમિ પર વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ અને કારકિર્દીનું માર્ગદર્શન મળે તો તેઓની સફળતા નિશ્ચિત છે… અને એટલે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા કૌશલ્ય અને કારકિર્દી વિકાસ માટે ખાસ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા સીવીલ સર્વિસીસ પરીક્ષાઓની તૈયારી માટે અસરકારક અને પરિણામલક્ષી તાલીમ આપવામાં આવશે.

આ ઉપરાંત અહીં મળશેઃ

  • વૈશ્વિક સ્તરે દરેક ક્ષેત્રે કારકિર્દી ઘડતર માટે વિશેષ માર્ગદર્શન અને તાલીમ
  • યુવાનો અને યુવતીઓની ક્ષમતા પ્રમાણે વિવિધ ક્ષેત્રના કૌશલ્ય સંવર્ધન કોર્સિસ
  • વૉકેશનલ અને ગર્વમેન્ટ કોર્સિસ
  • કારકિર્દી માર્ગદર્શન, વ્યકિતત્વ વિકાસ અને ઈન્ટરવ્યુ તાલીમ અને પરામર્શ
  • ઉચ્ચ વ્યવસાયિક અભ્યાસ અને કારકિર્દી ઘડતર અર્થે લોન
દૈનિક અપડેટ્સ મેળવો