સામાજિક સેવા કેન્દ્ર
Home સામાજિક સેવા કેન્દ્ર

સમાજને વિવિધ સામાજિક સેવાઓ પૂરી પાડવા અને અનેકવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાના ઉમદા આશય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક ખાસ સામાજિક સેવા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે જેમાં સામાજીક, લગ્ન કે મિલ્કત બાબતના આંતરિક ઝઘડાઓના નિવારણ માટે સમાધાન પંચ, મહેસૂલી અને કાયદાકીય માર્ગદર્શન વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત આ કેન્દ્ર દ્વારા

  • બેટી બચાવો અને વ્યસન મુકિત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
  • વિધવા, ત્યક્તા બહેનો તથા દિવ્યાંગોને મદદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે
  • નિરાધાર વડીલો માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઘરડા ઘરનું નિર્માણ કરવામાં આવશે
દૈનિક અપડેટ્સ મેળવો