વિશ્વ વિખ્યાત મંદિર નિર્માણ
Home વિશ્વ વિખ્યાત મંદિર નિર્માણ

જે જગત જનનીએ સર્વેને સુખ અને સમૃદ્ધિનો અવિરત આશીર્વાદ આપ્યો છે, તે મા ઉમિયા માટે એક ભવ્યાતિભવ્ય અને વિશ્વવિખ્યાત મંદિરનું નિર્માણ કરવું તે આપણા માટે ગૌરવની વાત છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે અંદાજે 50,000 ચોરસ વાર કરતાં પણ વધુ વિસ્તારમાં પાટીદારોની સંસ્કૃતિ અને સંસ્કારને તેમજ પાટીદારોના 1800 વર્ષના ઈતિહાસ તેઓના સંઘર્ષ અને તેઓની સફળતાની ગાથાને પ્રતિબિંબિત કરતાં એક બહુમાળી દેદીપ્યમાન મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે ફક્ત ઉત્તમોત્તમ સ્થાપત્યકલાનું જ નહિ, પરંતુ મા ઉમિયાના અનુગ્રહનું પણ પ્રતીક બની રહેશે. સાથે જ આસ્થાના આ ધામને સમગ્ર વિશ્વના કડવા પાટીદાર સમાજને એક ફલક પર સાંકળતા આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવશે.

મા ઉમિયાના આ ભવ્ય મંદિરની અન્ય વિશેષતાઓમાં શામેલ હશેઃ

  • કડવા પાટીદારના ઇતિહાસને દર્શાવતું અદ્‌ભૂત પ્રદર્શન
  • સાંસ્કૃતિક, સામાજીક અને આધ્યાત્મિક ધર્મ સભાઓ માટે વિશાળ સભાખંડ
  • શાંતિ અને ધ્યાન માટે કુદરતી નયન રમ્ય વાતાવરણ સાથેનો શાંતિખંડ
  • યજ્ઞશાળા અને બાળ સંસ્કાર શાળા
  • યુવાનોને પ્રેરણાદાયી ફિલ્મો દર્શાવવા માટે થીયેટર
દૈનિક અપડેટ્સ મેળવો