વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખશ્રી આર. પી. પટેલના વિચાર - વિમર્શ અને માર્ગદર્શન હેઠળ આઝાદીના ૭૫ વર્ષની એક અનોખી ઉજવણીના પર્વ પર ૭૫ હજાર તિરંગા અને ૭૫ હજાર વૃક્ષારોપણ જતનના ઉમદા કાર્યમાં સહભાગી થવા ચાલો - એક સંકલ્પ લઈએ, દર વર્ષે એક વૃક્ષ ઉછેરીએ.
(1) આ ફક્ત વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષો વાવ્યા પછી ત્રણ વર્ષ સુધી તેનું જતન કરવાના સંકલ્પ સાથે પર્યાવરણ બચાવવાનું અભિયાન છે.
(2) વૃક્ષોની પસંદગી બાગાયત નિષ્ણાત તથા અનુભવી લેન્ડસ્કેપ ડીઝાઈનર દ્વારા કરવામાં આવશે અને સ્થાનિક પ્રજાતિના વૃક્ષો તરફ વધુ પસંદગી રહેશે.
(3) સદર પરિયોજના જૈવિક પધ્ધતિથી સ્થાનીય સામગ્રી અને પ્રક્રિયાઓના ઉપયોગથી નિષ્પાદિત કરવામાં આવનાર છે.
(4) સમગ્ર પરિયોજનામાં કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનને તટસ્થ કરી શકાય તે ઉદ્દેશથી તેનો રેકોર્ડ રાખી કાર્બન ક્રેડીટ લેવાનો વૈજ્ઞાનિક અભિગમ સાથેનો પ્રયાસ છે.
(5) પડતર અને બિન ઉપજાઉ જમીનને સંસ્થા - સરકારશ્રીના સંકલન અને સહયોગ તેમજ જનજન ની ભાગીદારથી વૃક્ષ ઉછેર - જાળવણી દ્વારા પર્યાવરણ અભિયાનને સફળ બનાવવાનું લક્ષ્ય છે.
Get Daily Updates
Get all updated from Vishv Umiya Foundation.
We'll send you latest updates through the day. You can manage them any time from your browser settings.