Maha Bhoomi Poojan
Venue : "Vishv Umiya Dham", opp. vaishno devi temple, S. G. highway, Ahmedabad
Date : 4 th March 2019
ભૂમિપૂજન કાર્યક્રમ માં પહોંચવા નક્કી કરેલા રૂટ
અમદાવાદ પશ્ચિમ તરફથી આવતા વાહનો ઍસપી રીંગ ઉપર બોપલ, શીલજ સર્કલ, ઑગણજ સર્કલ થઈ ટૉલટેક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી પ્રવેશ લેવો અથવા અમદાવાદ શહેરથી ઍસ.જી. રોડ ઉપર થઈ વૈષ્ણોદેવી સર્કલ થઈ ડાબી બાજુ વાળી ૨૦૦ મીટર આગળ જઈ જમણી તરફ વળી પ્રવેશ લેવો.
અમદાવાદ પૂર્વ તરફથી આવતા વાહનો ઍસપી રીંગ રોડ-ઓઢવ-નિકોલ નરોડા રીંગ રોડ ઉપરથી આવી વૈષ્ણોદેવી સર્કલથી ૨૦૦ મીટર આગળ રીંગ રોડ ઉપર જઈ જમણી તરફ વળી પ્રવેશ લેવો.
મહેસાણા, બનાસકાંઠા તથા કડી-કલોલ તરફથી આવતા વાહનો ઍ કલોલ સીંદબાદ હોટેલથી જમણી બાજુ વળી પિયાજ રોડ થઈ કેનાલ ઉપર થઈ જાસપુર તરફ આવી પ્રવેશ લેવો અથવા કલોલ ગુરુકુલથી જમણી બાજુ વળી પલસાણા-જાસપુર અથવા ધાનજ થઈ પ્રવેશ લેવો.
સાબરકાંઠા, અરવલ્લી, વિજાપુર તથા માણસા તરફથી આવતા વાહનો ગાંધીનગર થઇ ઉવારસાદ ચાર રસ્તા, અડાલજ ઓવરબ્રિજ થઇ ખોરજ રેલ્વે બ્રિજ ઉતરીને જમણી બાજુ અદાણી શાંતિગ્રામમાં થઇ પ્રવેશ લેવો.
દક્ષિણ ગુજરાત આનંદ ખેડા, વડોદરા તરફથી નેશનલ હાઈવે પરથી આવતા વાહનો અસલાલી સર્કલ થઇ સનાથાલ સર્કલ, બોપલ સર્કલ, ઓગણજ સર્કલ, ટોલટૅક્ષ પાર કરી આગળ ડાબી બાજુ વળી પ્રવેશ લેવો.
દક્ષિણ ગુજરાત આનંદ ખેડા, વડોદરા તરફથી એક્સપ્રેસ હાઈવે પરથી આવતા વાહનો એસપી રીંગરોડ ઉપર ઓઢવ સર્કલ, દાસ્તાન સર્કલ, એપોલો સર્કલ, ડીવાઈન સર્કલ, વૈષ્ણોદેવી સર્કલથી, ૨૦૦ મીટર આગળ રીંગરોડ ઉપર જમણી બાજુ વળી પ્રવેશ લેવો.
સૌરાષ્ટ્ર-કચ્છ તરફથી આવતા વાહનો એસપી રીંગરોડ ઉપર સનાથાલ સર્કલ, બોપલ સર્કલ, ભાડજ સર્કલ, ઓગણજ સર્કલ, ટોલટૅક્ષથી આગળ આવી ડાબી બાજુ વળી પ્રવેશ લેવો.